બ્રિસ્બેન/ઓસ્ટ્રેલિયા:
ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બ્રિસ્બેન ખાતે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં ઇન્ડિયન ટીમ 336 રનમાં ઓલઆઉટ થઈ, બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે 21 રન કર્યા છે. ત્રીજા દિવસના અંતે ડેવિડ વોર્નર 20 અને માર્કસ હેરિસ 1 રને અણનમ છે. ઓસ્ટ્રેલિયાને ઇનિંગ્સમાં 33 રનની લીડ મળી હતી અને ભારતથી 54 રન આગળ છે.
ટીમ ઇન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુર અને વી.સુંદરની જોડીએ સાતમી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી અનુક્રમે 67 અને 62 રન કર્યા. બંનેએ ટેસ્ટમાં ક્રિકેટમાં પોતાની પ્રથમ ફિફટી નોંધાવી છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 369 રનમાં ઓલઆઉટ થયું હતું. જોશ હેઝલવુડે 5, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે 2-2, જ્યારે નેથન લાયને 1 વિકેટ ઝડપી હતી.
ભારતે 186 રનમાં ટોપ ઓર્ડરના રૂપમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ શારદુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની 123 રનની 7 મી વિકેટની ભાગીદારીથી ટીમ ઇન્ડિયાએ કમબેક કર્યું છે. ડેબ્યુ મેચ રમી રહેલા સુંદરે 144 બોલમાં 62 રન અને ઠાકુરે 115 બોલમાં 67 રન કર્યા હતા. પહેલી ઈનિંગમાં ભારતે 111.4 ઓવરમાં 336 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી છે.