આવતીકાલે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા)ને દેશના આઠ શેહરો સાથે જોડતી ટ્રેનોને ફલેગ ઓફ કરશે

17 January 2021 12:07 AM
Gujarat India
  • આવતીકાલે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા)ને દેશના આઠ શેહરો સાથે જોડતી ટ્રેનોને ફલેગ ઓફ કરશે
  • આવતીકાલે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા)ને દેશના આઠ શેહરો સાથે જોડતી ટ્રેનોને ફલેગ ઓફ કરશે
  • આવતીકાલે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા)ને દેશના આઠ શેહરો સાથે જોડતી ટ્રેનોને ફલેગ ઓફ કરશે
  • આવતીકાલે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા)ને દેશના આઠ શેહરો સાથે જોડતી ટ્રેનોને ફલેગ ઓફ કરશે

● અમદાવાદ - કેવડીયા માટેની જન શતાબ્દી એક્સપ્રેસના ફોટો વડાપ્રધાને આજે ટવીટર પર શેર કર્યા ● સ્પેશ્યલ ટ્રેનમાં વિસ્ટા ડોમ કોચ હશે : મુસાફરને પેનેરોમિક રૂફ વ્યુ મળશે, મેઈડ ઈન ઈન્ડિયા કોચ ચેન્નઈની ફેકટરીમાં બન્યા : એક કોચની કીમત રૂ.૪ કરોડ

રાજકોટઃ
ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ હવે આવતીકાલે રવિવારે એક નવા અધ્યાયનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ રહ્યો છે. કેવડીયા ખાતે મુખ્ય માર્ગ ઉપર તૈયાર થયેલા કેવડીયા રેલવે સ્ટેશનના અધ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સથી કરશે, સાથે સાથે તેઓ ૮ નવી ટ્રેઈનોનો પણ શુભારંભ કરાવશે. આ તકે કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયેલ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે.

કેવડીયાને બ્રોડગેજ રેલ માર્ગથી ભારતીય રેલવેના વિશાળ નેટવર્કની સાથે જોડવાની સાથે જ વારાણસી જંકશન - કેવડીયા એક્ષપ્રેસ, દાદર - કેવડીયા એક્ષપ્રેસ, અમદાવાદ - કેવડીયા જન શતાબ્દી એક્ષપ્રેસ, હજરત નિજામુદીન - કેવડીયા એક્ષપ્રેસ, રીવા - કેવડીયા એક્ષપ્રેસ, ચૈન્નઈ - કેવડીયા એક્ષપ્રેસ, પ્રતાપનગર - કેવડીયા મેમૂ તથા કેવડીયા - પ્રતાપનગર મેમૂ એમ કુલ ૮ ટ્રેઈનોની શરૂઆત થશે.

● સ્પેશિયલ ટ્રેનમાં સરદાર પટેલના પરિવારજનો સહિત અગ્રણીઓ પ્રવાસ કરશે

વડાપ્રધાન રવિવારે સવારે ૧૧ વાગ્યે આ ટ્રેઈનોને વર્ચ્યુલ માધ્યમથી પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે અમદાવાદ તથા વડોદરાથી સ્પેશિયલ ટ્રેન કેવડીયા માટે સવારે ૧૧ વાગે પ્રસ્થાન કરશે. જેમાં રાજકીય તથા સામાજિક આગેવાનો, સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો, આપ્તજનો, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતાઓ, ન્યાયતંત્ર, કલા તથા સાહિત્ય, પ્રવાસન વગેરે ક્ષેત્રોના આગેવાનો, ટોચના ધર્મગુરુઓ, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, કેળવણીકારો - યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, વગેરે ખાસ આમંત્રિત તરીકે પ્રવાસ કરશે.

● આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ

કેવડિયા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના આગમન સમયે અને તે પહેલાં 11 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર, પોલિસ બેન્ડ દ્વારા સ્વાગત તેમજ આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. બન્ને ટ્રેન (અમદાવાદ - વડીયા - અમદાવાદ તથા વડોદરા - કેવડીયા - વડોદરા)માં રાષ્ટ્રીય એકતા તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના થીમ આધારિત બ્રાન્ડીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં અલગ અલગ કોચમાં Unity in Dress Diversity, Unity in Dance Diversity, Unity in Musical Diversity, Unity in Cultural Diversity, Unity in Religious Diversity, જેવા વિષયો આધારિત પ્રવાસીઓ પ્રવાસ કરશે.

● નર્મદાષ્ટકમ તથા અન્ય વેદોક્ત મંત્રોચ્ચાર થશે

સરદારશ્રીએ કરમસદની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ જુદીજુદી વેશભૂષામાં પ્રવાસ કરશે. બંને ટ્રેનોના પ્રસ્થાન સમયે માર્ગમાં આવતા મહત્વના સ્ટેશન (નડિયાદ, વડોદરા, ડભોઈ તથા ચાણોદ) પર રોકાણ સમયે તથા કેવડીયા સ્ટેશન પર આગમન સમયે ઉત્સાહભેર રંગબેરંગી સ્વાગત કરવામાં આવશે. બંને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન સંસ્કૃતના જાણકાર પંડિતો દ્વારા નર્મદાષ્ટકમ તથા અન્ય વેદોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવશે. કેવડીયા સ્ટેશન પર પ્રવાસીઓનું પરંપરાગત સ્વાગત કર્યા બાદ પ્રવાસીઓને ખાસ બસો મારફતે સ્ટેરયુ ઓફ યુનિટી તથા જંગલ સફારી તેમજ એકતા નર્સરીની મુલાકાતે લઈ જવામાં આવશે. પ્રવાસી સાધુ - સંતોને શુલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે લઈ જવામાં આવશે. કેવડીયા મુકામે રેલવે સ્ટેશનનો શુભારંભ થતા અને નવી બ્રોડગેજ લાઈનથી જુદી- જુદી ૮ ટ્રેનો શરૂ થતા આ આંતરરાષ્ટ્રિય સ્તરના પ્રવાસન કેન્દ્રનો સમાવેશ ભારતીય રેલવેના નકશા ઉપર થશે. જેના પરિણામે દેશના વિવિધ રાજયોમાંથી કેવડીયા આવતા પ્રવાસીઓ માટે મુસાફરી વધુ સુગમ બનશે. રેલવે નેટવર્કથી જોડાણ થતા સ્થાનિક લોકો માટે રોજગારીની તકો વધશે તેમજ સામાજિક - આર્થિક વિકાસ થકી આ સમગ્ર વિસ્તારની કાયાપલટ માટે માર્ગ ખુલશે.


Related News

Loading...
Advertisement