દિલ્હીમાં 52 આરોગ્ય કર્મીઓમાં વેક્સિન લીધા બાદ સામાન્ય રીએકશન દેખાયા : એકને વધુ તકલીફ થતા AIIMSના ICUમાં દાખલ

16 January 2021 11:39 PM
India
  • દિલ્હીમાં 52 આરોગ્ય કર્મીઓમાં વેક્સિન લીધા બાદ સામાન્ય રીએકશન દેખાયા : એકને વધુ તકલીફ થતા AIIMSના ICUમાં દાખલ

બે આરોગ્ય કર્મીઓએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી : કો-વીન એપમાં ટેકનિકલ ક્ષતિ હોવાના કારણે મહારાષ્ટ્ર અને ઓડિશામાં ૧૮ જાન્યુઆરી સુધી વેક્સિનેશન બંધ રાખશે

નવી દિલ્હીઃ
આજે દિલ્હીમાં ૪૩૧૯ આરોગ્ય કર્મચારીઓએ વેક્સિનના ડોઝ લીધા હતા જેમાંથી ૫૧ને સામન્ય અને એકને વધુ રીએકશન હોવાથી AIIMS ના આઈસીયુમાં દાખલ કરાયા તેવું દિલ્હી સરકારના અધિકારીએ જણાવ્યું હતું.

બે આરોગ્ય કર્મીઓએ દિલ્હીની NDMC (ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ)ની ચરક પાલિકા હોસ્પિટલમાં આજે રસીનો ડોઝ લીધો હતો, જેઓએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી.

દિલ્હી AIIMSના એક સિક્યોરિટી ગાર્ડને આજે વેક્સિન આપ્યા બાદ સાઈડ ઇફેક્ટ દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પરંતુ દવા આપ્યા બાદ પણ વધુ તકલીફ રહેવાથી તેઓને ICUમાં કરવાની ફરજ પડી છે. તેઓની હાલ સતત તબીબોના નિરીક્ષણ હેઠળ સારવાર થઈ રહી છે.

બીજી તરફ વેક્સિન માટે જેમાં રજિસ્ટ્રેશન અને અન્ય ડેટા એકત્ર કરતી એપ 'કો-વીન'માં ટેકનિકલ ક્ષતિ હોવાના કારણે મહારાષ્ટ્ર અને ઓડિશામાં ૧૮ જાન્યુઆરી સુધી વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement