ભારતમાં મહારસીકરણ અભિયાન : પ્રથમ દિવસે 1.91 લાખ કોરોના વોરિયર્સને વેક્સિન અપાઈ, 3.15 લાખનું લક્ષ્ય હતું

16 January 2021 11:06 PM
India
  • ભારતમાં મહારસીકરણ અભિયાન : પ્રથમ દિવસે 1.91 લાખ કોરોના વોરિયર્સને વેક્સિન અપાઈ, 3.15 લાખનું લક્ષ્ય હતું

ભારતમાં 3,351 કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓ અને સફાઈ કામદારોને રસી આપવાની કામગીરી થઈ

નવી દિલ્હીઃ
આજે શનિવારે દેશમાં વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વેક્સીનેશનની શરૂઆત કરાવી હતી. પ્રથમ દિવસે 1.91 લાખથી વધુ આરોગ્ય અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સફાઇ કામદારોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે, પહેલા દિવસે જ 3.15 લાખ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક હતું, પરંતુ રાત્રે આઠ વાગ્યા સુધીમાં મળેલી માહિતી પ્રમાણે માત્ર 1.91 લાખ વોરિયર્સને રસી આપવામાં આવી હતી. આનો અર્થ એ કે આશરે 61 ટકા લોકોને પ્રથમ દિવસના લક્ષ્ય સામે રસી અપાઈ છે. આ સાથે, છેલ્લા 10 મહિનામાં લાખો લોકોનો જીવ લેનારા આ મહામારીને નાબૂદ કરવાની આશા ઊ ભી થઈ છે.

'કોવિશિલ્ડ' અને 'કોવેક્સિન' રસીથી મહામારીને હરાવવા દેશએ પ્રથમ પગલું ભર્યું છે અને દેશભરમાં આરોગ્ય કેન્દ્રોમાં રસી અપાઇ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં રસીકરણના પહેલા દિવસે સાંજના 5:30 વાગ્યા સુધીમાં 3,351 કેન્દ્રો પર 1,65,714 આરોગ્ય કર્મચારીઓ અને સફાઇ કામદારોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર રાત્રે આશરે આઠ વાગ્યા સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ દિવસે દેશભરના 1,91,181 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement