તસ્કરો પણ બ્રાન્ડેડ વસ્તુના દિવાના : શોરૂમમાંથી રૂ.25 લાખની કિંમતી ઘડિયાળોની કરી ચોરી

16 January 2021 09:56 PM
Ahmedabad Crime
  • તસ્કરો પણ બ્રાન્ડેડ વસ્તુના દિવાના : શોરૂમમાંથી રૂ.25 લાખની કિંમતી ઘડિયાળોની કરી ચોરી

સાત તસ્કરોની ટોળકી ઉત્તરાયણે અમદાવાદના CG રોડ પર આવેલા ગોલ્ડન ટાઈમ શોરૂમમાં ત્રાટકી'તી : સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદ:
અમદાવાદમાં ઉતરાયણની વહેલી સવારે સાત તસ્કરોની ટોળકી ઉત્તરાયણે અમદાવાદના CG રોડ પર આવેલા ગોલ્ડન ટાઈમ શોરૂમમાં ત્રાટકી હતી. તસ્કરો જાણે બ્રાન્ડેડ વસ્તુના દિવાના હોય તેમ રાડો કંપનીની રૂ.25 લાખની કિંમતની ઘડિયાળો ચોરી નાસી ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

મળતી વિગત મુજબ અમદાવાદના સીજી રોડના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા ગોલ્ડન આઈ શો રૂમમાં તા.14ની વહેલી સવારે 7 થી 7.30 વાગ્યા દરમિયાન સાત જેટલા તસ્કરોની ટોળકી ત્રાટકી હતી. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે, તસ્કરોએ ચાદરની આડશ બનાવી શોરૂમના લોક તોડી નાખ્યા હતા, પછી તેના એક સાગરીતને અંદર મોકલ્યો હતો અને ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

તહેવારમાં બે દિવસ માટે ગોલ્ડન આઈ શો રુમ બંધ હતો. જેનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો. ગત બુધવારે રાત્રે શોરૂમ બંધ કર્યા બાદ આજે શનિવારે સવારે કર્મચારીઓ શો રૂમ પર આવ્યા ત્યારે લોક તૂટેલા હતા અને શોરૂમના કબાટ અને કેશ કાઉન્ટરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. 25 લાખની રાડો કંપનીની કિંમતની ઘડિયાળો ચોરાઈ હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. નવરંગપુરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement