કૃષિ કાનૂનના વિરોધમાં કોંગ્રેસના ગાંધીનગરમાં દેખાવો : પરેશ ધાનાણી સહિતનાની અટકાયત

16 January 2021 07:16 PM
Ahmedabad Gujarat
  • કૃષિ કાનૂનના વિરોધમાં કોંગ્રેસના ગાંધીનગરમાં દેખાવો : પરેશ ધાનાણી સહિતનાની અટકાયત
  • કૃષિ કાનૂનના વિરોધમાં કોંગ્રેસના ગાંધીનગરમાં દેખાવો : પરેશ ધાનાણી સહિતનાની અટકાયત

ગાંધીનગર તા.16
ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા ના વિરોધમાં આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી, ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમ બાદ રાજ ભવન કૂચ કરતાં કોંગ્રેસી આગેવાનો ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેમાં પ્રભારી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ તબક્કે કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કારકરોની અટકાયત વેળાએ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ મંચ પરથી ગાયબ થઈ ગયા હતાં.

કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જો કે પરેશ ધાનાણીએ આ કાર્યક્રમના પ્રવચન દરમિયાન રાજભવન કરવાની જાહેરાત કરતા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને સિનિયર આગેવાન અર્જૂન મોઢવાડિયા સહિતની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સત્યાગ્રહ છાવણી થી રાજભવન કુતરા કરવાની અચાનક જાહેરાત કરાતા કોંગ્રેસના કાર્યકારી નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે અચાનક ગાયબ થઈ જતા કાર્યકરોમાં પણ અનેક ચર્ચા ચકડોળે ચઢી હતી.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આયોજિત કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા આ વેળાએ અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ કાયદાથી આજે ગુજરાતમાં 30થી વધુ માર્કેટયાર્ડ ભાજપના અગ્રણીઓ દ્વારા શરુ કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં ભાજપ સરકાર સત્તા મેળવવા માટે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ ના નામ આગળ ધરે છે પરંતુ ગાંધી-સરદાર ની વિચારધારા ભાજપ અમલમાં કેમ મુક્તિ નથી તેવા કટાક્ષ કર્યા હતા આ તબક્કે ભરતસિંહ સોલંકીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર મીડિયા ઉપર પણ કબ્જો જમાવી લીધો છે

એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીની મથરાવટી ને ઓળખવી જોઈએ સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ સરકાર રાવણ કરતાં પણ ખરાબ છે આજે તેમના રાવળ ઘરે ઘરે જઈને નાગરિકોને હેરાન કરે છે તેવા આકરા પ્રહારો કર્યા હતા આ તબક્કે જીએસટી નોટ બંધી અને કાળા નાણા અંગે ભાજપ સરકાર ઉપર રાજકીય પ્રહારો કરવાની તક ચૂક્યા ન હતા તો બીજી તરફ વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ પણ ભાજપ સરકારના કૃષિ કાયદા ઉપર આક્રમક બની પ્રહાર કર્યો હતો કે ભાજપ સરકાર કૃષિ કાયદા હેઠળ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના ખોળે કરવાનો પ્રયાસ કરી રહી છે જેના કારણે ગાંધી-સરદારના ગુજરાતમાં પણ સરકાર સામે લલકાર થઈ રહ્યો છે આ તબક્કે પરેશ ધાનાણીએ ગાંધી સરદારના વિચારો કાર્યકરો સમક્ષ મૂકીને કહ્યું હતું કે આજે આ બે ગુજરાતીઓએ ગરીબ અને ખેડૂતોને ગુલાબ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે એટલું જ નહીં

ગુંડાઓને ગલીએ-ગલીએ ફેરવીને ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપ સરકારના આ કૃષિ કાયદાથી આવતા દિવસોમાં માર્કેટયાર્ડ વેપાર ભાગી જશે રોજગારી માટે ભટકવું પડશે પરિણામે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ સંગ્રહ કરીને દેશી લુટશે તેવી દહેશત વ્યક્ત કરી હતી આ તબક્કે તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આજે આ સરકારના શાસનમાં ખેડૂતોને બિયારણ દવા કે ખાતર મળતું નથી એટલું જ નહીં ગુજરાતમાં સિંચાઈ માટે અપાતી મોંઘી વીજળીથી ખેડૂતો લૂંટાવી રહ્યા છે આ ઉપરાંત નર્મદાના નીર પણ ખેતર સુધી પહોંચતા નથી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ને રાજ્યનો ખેડૂત સવાલ પૂછતો થઈ ચૂક્યો છે જોકે ખેડૂતો ગરીબો અને મધ્યમ વર્ગની છેતરી ભરમાવી ભાજપે ગુજરાતની ગાદી ઉપર કબજો મેળવ્યો છે પણ હવે આ જનતા તેમની સામે અનેક સવાલો ઉભા કર્યા હોવાનો આક્રોશ સાથે આક્ષેપ વિપક્ષી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી એ કર્યો હતો.


Related News

Loading...
Advertisement