નવી દિલ્હી: વડાપ્રધાન મોદી ટવીટર પર સક્રીય છે. ટવીટર પર તેમના બે એકાઉન્ટ છે. એક વડાપ્રધાન કાર્યાલયના નામે અને બીજું ખુદ તેમના નામે. શુક્રવારે એક યુઝરે એક મંદિરનો ફોટો ટવીટર પર મુકી તેને ઓળખવાનો પડકાર ફેંક્યો ત્યારે ખુદ મોદીએ જ ટવીટર પર તેનો જવાબ આપીને સૌને આશ્ચર્યચકીત કરી દીધા હતા. રસપ્રદ વાત એ છે કે ખુદ મોદીએ આ ફોટો ત્રણ વર્ષ પહેલા શેર કર્યો હતો. આ ફોટામાં ગંગા નદીના કિનારે મંદિર દેખાઈ રહ્યું છે અને ગંગા આરતી થઈ રહી છે. આ તસ્વીર પર વડાપ્રધાને જવાબ દેતા લખ્યું હતું કે હું આ ખરેકર આ તસ્વીરને હું ઓળખી શકુ છું. આ તસ્વીર કાશીના રાતેશ્ર્વર મહાદેવ મંદિરની છે. વડાપ્રધાન મોદીના ટવીટને કેટલીક મીનીટોમાં હજારો લાઈક મળ્યા હતા.