રાજકોટના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.સમ્રાટ બુધ્ધનું અમદાવાદમાં સારવાર દરમ્યાન નિધન

16 January 2021 07:04 PM
Ahmedabad Rajkot
  • રાજકોટના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.સમ્રાટ બુધ્ધનું અમદાવાદમાં સારવાર દરમ્યાન નિધન

છેલ્લા બે મહિનાથી લીવરની બીમારીથી પીડાતા પ્રથમ વોકહાર્ટ હોસ્પિટલમાં ત્યારબાદ અમદાવાદ સિવિલમાં રીફર કરાયા હતા : તબીબ જગતમાં શોક : રોટરી કલબ ઓફ ગ્રેટરના સક્રિય સભ્ય હતા અને અનેક સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયા હતા : 15 દિવસ પહેલાં જ ડો.સમ્રાટભાઇના ભાઇનું અમદાવાદમાં કોરોનાથી અવસાન થયું હતુ : પરિવારમાં ગમગીની

રાજકોટ, તા. 16
રાજકોટના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. સમ્રાટ બુધ્ધનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા તબીબી જગતમાં શોક છવાયો છે.
ડો. સમ્રાટ બુધ્ધ છેલ્લા દસ-બાર વર્ષથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં કાર્યરત હતા અને છેલ્લા આઠેક મહિનાથી તેમણે પોતાની કલીનીક શરૂ કરી હતી. ડો. સમ્રાટ બુધ્ધ છેલ્લા બે મહિનાથી લીવરની બીમારીના કારણે પ્રથમ વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારબાદ અમદાવાદ રીફર કરાયા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ડો. સમ્રાટ બુધ્ધની ઉંમર 51 વર્ષની હતી. તેમના પિતા અશોક બુધ્ધ બેન્કમાં અધિકારી હતી તથા તેમના દાદા ધૈર્યચંદ્ર બુધ્ધ જાણીતા કવિ હતા. ડો. સમ્રાટ બુધ્ધ અભ્યાસમાં નાનપણથી તેજસ્વી હતા તેઓ રોટરી કલબ ગ્રેટર સાથે વર્ષોથી સંકળાયેલા હતા તેમજ તેમણે અનેક સેવાકાર્યો થકી નામના મેળવી હતી. તેમના નિધનથી તબીબી જગતમાં શોક છવાયો છે.

બેસણું રાખેલ નથી
મુળ લાઠીના વતની અને હાલ રાજકોટ નિવાસી જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. સમ્રાટ બુધ્ધનું તા. 16ના શનિવારે નિધન થયું છે. જે સ્વ. અશોકભાઇ બુધ્ધ અને કુસુમબેનના પુત્ર, હેમાલીબેનના પતિ, પુત્રી રાધિકા અને પુત્ર દેવના પિતા, વિરાટ બુધ્ધ (જજ)ના ભાઇ, જ્યોતિ બુધ્ધ (જજ)ના જેઠ, આરવીના મોટા પપ્પા થાય છે. વર્તમાન પરિસ્થિતિને લીધે સદગતનું બેસણું રાખેલ નથી.

15 દિવસ પહેલા જ તેમના ભાઇનું કોરોનાથી અવસાન થયેલ હતું
ડો.સમ્રાટ બુધ્ધના કાકા આઇએએસ અધિકારી કે.ડી.બુધ્ધના સુપુત્ર મેહુલભાઇ બુધ્ધનું અમદાવાદ ખાતે 15 દિવસ પહેલા કોરોનાથી અવસાન થયેલ હતું ત્યારબાદ પરિવારમાં વધુ એક મૃત્યુથી ગમગીની છવાઇ ગયેલ છે.


Related News

Loading...
Advertisement