રાજકોટ તા.16
રાજકોટમાં હાજર સોનું બીલમાં તથા રોકડામાં 50,700 હતું બીલ કરતા રોકડાની ખરીદીમાં ભાવ વધી ગયો છે. મંદી વચ્ચે સપ્લાય વધી જાય ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનું ઝવેરીઓએ કહ્યું હતું ચાંદીનો ભાવ 65200 હતો વિશ્વ બજારમાં સોનું ગગડીને 1829 ડોલર હતું ચાંદી 24.80 ડોલર હતી. કોમોડીટી એકસચેંજમાં સોનુ 48700 તથા ચાંદી 64980 હતી. ઝવેરીઓનાં કહેવા પ્રમાણે વિશ્વનાં અનેક દેશોમાં કોરોના વેકસીનેશન શરૂ થઈ જતાં આવતા દિવસોમાં મહામારી સામેનો જંગ જીતી જવાશે તેવા આશાવાદ હેઠળ માનસ નબળુ પડી ગયુ છે. વિશ્વ બજારનાં ટ્રેંડના આધારે ભાવોમાં વધઘટ થવાનું મનાય છે.