સિગ્નલ એપ. ડાઉન થયું: નવા યુઝર્સને કડવો અનુભવ

16 January 2021 06:35 PM
Technology
  • સિગ્નલ એપ. ડાઉન થયું: નવા યુઝર્સને કડવો અનુભવ

વોટસએપનો હરીફ હાંફી ગયો

નવી દિલ્હી: દેશમાં વોટસએપ પેસેન્જરની પ્રાઈવસી પોલીસી સામે સર્જાયેલા આક્રોશ બાદ વિકલ્પમાં ‘સિગ્નલ’ એપ લોકો ડાઉનલોડ કરવા લાગતા ગઈકાલે થોડો સમય માટે આ એપ ક્રેશ થઈ ગયું હતું અને લોકોને મેસેજ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. મેસેજ કરનારને એવો સંદેશ મળતો હતો કે હાલ તમો આ સંદેશા મોકલી શકતા નથી. સિગ્નલ એપ કામચલાવ રીતે ઠપ્પ થતા તેઓને પસ્તાવો થતો હતો અને ફરી વોટસએપ પર તેઓ ચાલ્યા ગયા હતા. સિગ્નલ એપ દ્વારા લોકોને ધીરજ રાખવા માટે જણાવી ટેકનીકલ ક્ષતિ ઝડપથી સુધારી લેવામાં આવશે તેવો સંદેશ પણ મળતો હતો. વોટસએપ એ નવી પ્રાઈવસી પોલીસી જાહેર કર્યા બાદ લોકો વૈકલ્પિક એપ. ભણી વળી રહ્યા છે. જેમાં સિગ્નલ નંબર વન છે પરંતુ આ એપની ક્ષમતા વોટસએપ જેવી નહી હોવાથી મુશ્કેલી પડી રહી છે.


Related News

Loading...
Advertisement