અમદાવાદ તા.16
આજથી દેશમાં કોરોના વેકસીનેશનનો આરંભ થયો છે, જેમાં પહેલા તબકકામાં કોરોના વોરિયર્સને રસી અપાઈ છે. અમદાવાદના આખા પરિવારે વેકસીન લીધી છે. આ તબીબ પરિવારનું કહેવું છે કે તેમને કોઈ આડ અસર નથી.અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડો. ચેરી શાહના પરિવારના તમામ સભ્યો ડોકટર છે. તેમના પતિ કલ્પેશ અને તેમની દીકરી નિરાલી પણ ડોકટર છે. આજે ડો. ચેરી શાહે એસવીપી હોસ્પિટલમાં, ડો. કલ્પેશ શાહે અસાધારણ સિવિલ હોસ્પિટલમાં અને જીએમઆરએસ હોસ્પિટલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. નિરાલી શાહે પણ વેકસીન લીધી હતી. આ ડોકટર પરિવારે કહ્યું હતું કે અમે વેકસીન લીધી છે અને તેની કોઈ આડ અસર નથી. વૈજ્ઞાનિકોએ આ મહાન કામ કર્યું છે તેમને પ્રમોટ કરવા જોઈએ.