બોટાદ તા. 16 : બોટાદમાં તા. 15 થી શ્રી રામજન્મ ભુમિ તીર્થક્ષેત્ર નીર્માણ સમર્પણ અભીયાન અંતર્ગત વિશ્ર્વ હિન્દુ પરીષદ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તથા સંગઠનો દ્વારા ભારતીય જનતા પક્ષના હોદેદારો ક્રેડીટ સોસાયટીઓ, ડાયમંડ એસો., માર્કેટ યાર્ડ, મસ્તરામ મંદીર વગેરે દ્વારા સાધુ સંતો તથા બોટાદ ધારાસભ્યની ઉપસ્થિતીમાં મસ્તરામ મંદીર ખાતે કાર્યક્રમ યોજાયેલ. જેમાં કુલ રૂપીયા 1ર લાખ બે હજાર ચારસો દસ સમર્પણ થયેલ.
આ કાર્યક્રમ અંતર્ગત આત્માનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાનેથી તેમને જણાવેલ કે દરેક હિન્દુ સમર્પણમાં પોતાના તન-મન-ધનથી યોગદાન આપે.સૌરભભાઇ પટેલ તથા ભીખુભાઇ વાઘેલા અને ચંદુભાઇ સાવલીયા તથા અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આ અભીયાનમાં જોડાવા માટે આહવાન કરેલ.
ફિટ ઇન્ડિયા અભિયાન
‘શારિરીક તંદુરસ્તી એ જીવનનું અગત્યનું પાસુ છે’ આ બાબત નેધ્યાને લઇ પ્રધાનમંત્રી દ્વારા 29 ઓગસ્ટ 2019 થી ફીટ ઇન્ડીયા અભીયાન શરુ કરવામાં આવેલ છે.ફીટ ઇન્ડીયા અભીયાનના ભાગરુપે ડીસેમ્બર 2020 દરમ્યાન શાળાઓમાં ‘ફીટ ઇન્ડીયા સ્કુલ વીક 2020’ની વર્ચ્યુલ ઉજવણી કરવા ભારત સરકારના રમત-ગમત મંત્રાલય દ્વારા આયોજનકરવામાં આવેલ જે પરત્વે અમારી શાળામાં તા. 23 ડીસેમ્બર 2020 થી 28 ડીસેમ્બર 2020 સુધી ‘ફીટ ઇન્ડીયા સ્કુલ વીક 2020’ ની વર્ચ્યુલ ઉજવણી કરવામાં આવી. જે દીવસો દરમ્યાન વર્ચ્યુલ એસેમ્બલી-ફ્રી હેન્ડ એકસરસાઇઝ, વર્ચ્યુલ એસેમ્બલી-સામાન્ય યોગાસનો, ‘હમ ફીટ તો ભારત ફીટ’ અને ‘ન્યુ ઇન્ડીયા ફીટ ઇન્ડીયા’ની પોસ્ટર સ્પર્ધા, ‘તંદુરસ્તી રોગચાળાને હંફાવે છે’ વીષય પર ચર્ચા, દોરડા કુદ અને ફેમીલી ફીટનેસને એક દિવસ સમર્પિત વગેરે જેવી ઇવેન્ટસનુ સમગ્ર સપ્તાહ દરમ્યાન આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલસ્ટરના સી.આર.સી. શાળાના આચાર્ય, તમામ શિક્ષકગણ અને વિધાર્થીઓ ખુબ જ ઉત્સાહથી જોડાયા હતા.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જીલ્લા બ્રાંચ-બોટાદ, સી.યુ. શાહ આરોગ્ય ભારતી-બોટાદ, પટેલ ઓર્થોપેડીક હોસ્પીટલ-બોટાદના સહયોગથી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વીનામુલ્યે હાડકા અને સાંધાના રોગોનો નીદાન-સારવાર કેમ્પ યોજેલ જેમાં દરેક દર્દીને વીનામુલ્યે એકસ-રે તથા દવા આપવામાં આવી. આ કેમ્પમાં કુલ 87 દર્દીઓને લાભ લીધેલ. આ કેમ્પમાં ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી જીલ્લા બ્રાંચ-બોટાદના સેક્રેટરી કિશોરભાઇ શાહ, જયેશભાઇ બગડીયા, પ્રવીણભાઇ ટીંબલ, મલયભાઇ મંડીર તથા પટેલ ઓર્થોપેડીક હોસ્પીટલ-બોટાદના ડોકટર હીતેશભાઇ કુકડીયા તેમજ હોસ્પીટલ સ્ટાફ હાજર રહયા હતા અને કેમ્પ સફળતાપુર્વક સંપન્ન થયેલ.