સૌરાષ્ટ્રમાં 139 પોઝીટીવ કેસ : 153 ડિસ્ચાર્જ : 6 દર્દીના મોત

16 January 2021 01:55 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં 139 પોઝીટીવ કેસ : 153 ડિસ્ચાર્જ : 6 દર્દીના મોત

રાજકોટ 78, જુનાગઢ 19, જામનગર 11 અન્ય જિલ્લામાં સીંગલ આંકથી રાહત : કચ્છમાં વધુ નવા 10 કેસ : આજથી કોરોના વેકસીન રસીકરણ : સૌરાષ્ટ્ર-કચ્છમાં સંક્રમણ ઘટયુ

રાજકોટ, તા. 16
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત રહ્યો છે હજુ કોરોના સંક્રમણ નાબુદ થયુ નથી બીજી તરફ આજથી સૌરાષ્ટ્રભરનાં જિલ્લાઓમાં કોરોના વેકસીન રસીકરણનો પ્રારંભ થયો છે. આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર સાથે રસીકરણ ઝુંબેશ શરૂ કરી કોરોનાને નાબુદ કરવા કામગીરી હાથ ધરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં 139 પોઝીટીવ કેસ સામે 153 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ જિલ્લામાં 6 દર્દીઓના મોત થયા હતા.


રાજકોટ જિલ્લામાં 70 શહેર 8 ગ્રામ્ય કુલ 78, જામનગર 8 શહેર 3 ગ્રામ્ય કુલ 11, જુનાગઢ 13 શહેર 6 ગ્રામ્ય કુલ 19, ભાવનગર 4 શહેર 1 ગ્રામ્ય કુલ 5, ગીર સોમનાથ 6, દ્વારકા-સુરેન્દ્રનગર 3-3, અમરેલી 2, બોટાદ-પોરબંદર 1-1, મોરબી 10 સહિત 139 પોઝીટીવ કેસ નોંધાયા હતા.


જ્યારે દર્દીઓ સ્વસ્થ થયાની જિલ્લાવાઇઝ વિગત જોતા રાજકોટ 91, જામનગર 16, જુનાગઢ 1પ, ભાવનગર 9, દ્વારકા 6, સુરેન્દ્રનગર ર, અમરેલી-બોટાદ 1-1, મોરબી 1ર સહિત 153 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કચ્છ જિલ્લામાં 10 પોઝીટીવ દર્દીઓ સામે 47 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાત રાજયમાં પ3પ દર્દીઓ સામે 738 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજયમાં પોઝીટીવ રેટ 95.60 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં હજુ કોરોના સંક્રમણ સંપૂર્ણપણે નાબુદ થયું નથી. જિલ્લામાં વધુ 78 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં 70 શહેર અને 8 ગ્રામ્ય સહિત 78 નવા કેસ નોંધાયા છે. જેની સામે 57 શહેર અને 44 ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે 6 દર્દીઓના મોત થયા છે. જિલ્લાનો કુલ આંક 21131 નોંધાયો છે. હાલ 412 શહેર અને 182 ગ્રામ્ય મળી કુલ પ94 દર્દીઓ સારવાર હેઠળ છે.


અમરેલી
અમરેલી જિલ્લામાં વધુ 2 નવા કેસ સામે 1 દર્દીઓ સ્વસ્થ થતા હાલ 32 દર્દીઓ સારવાર હેઠળ છે જિલ્લામાં અત્યાર સુધીમાં 41 દર્દીઓના મોત થયા છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 5 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,971 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 1 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 4 કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા તાલુકાના પાદરી ગામ ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના 6 તેમજ તાલુકાઓના 2 એમ કુલ 8 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 5,971 કેસ પૈકી હાલ 26 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,869 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


Related News

Loading...
Advertisement