ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો આવતીકાલે સિહોરમાં સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાશે

16 January 2021 12:48 PM
Bhavnagar
  • ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો આવતીકાલે સિહોરમાં સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાશે

પ્રદેશ પ્રમુખ ભાવનગર આવતા હોય ભાજપમાં ઉત્સાહ

(વિપુલ હીરાણી)ભાવનગર તા.16
ભાવનગરમાં રવિવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આવી રહ્યા છે. સિહોરમાં સરપંચ સંવાદ કાર્યક્રમમાં નવનિયુકત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા, મહેન્દ્રસિંહ સરવૈયા વિગેરેનો સન્માન સમારોહ યોજાશે.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પ્રથમ વખત ભાવનગરનાં પ્રવાસે આવી રહ્યા છે. તા.17 ના રોજ પ્રમુખ પાટીલના કાર્યક્રમને અનુલક્ષીને પ્રદેશમંત્રી કસવાલા, સૌરાષ્ટ્ર ઈન્ચાર્જ રાજુ ધ્રુવ વગેરે શનિવારે જ ભાવનગર આવી પહોંચશે અને કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપશે.તા.17 ના રોજ પ્રદેશ પ્રમુખ સિહોરના નંદફાર્મ નેસડા ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે આ ઉપરાંત નવનિયુકત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા, મહેન્દ્રસિંહ સરવૈયા, જનકભાઈ કાછડીયા, (બગદાણાવાળા), રઘુભાઈ હુંબલ વગેરે આગેવાનોનો સન્માન સમારોહ યોજાશે.કાર્યક્રમની શહેર જીલ્લા ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.


Loading...
Advertisement