રાજકોટ તા. 16
દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે ગુજરાત-સૌરાષ્ટ્રની વિમાની સેવાને અસર પડી છે. આજે સવારે દિલ્હી-રાજકોટની ફલાઇટ તેના નિર્ધારીત સમયના બદલે બે કલાક મોડી પડી હતી.રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી, મુંબઇની ડેઇલી સવારે ફલાઇટનું આવાગમન થાય છે. આજે સવારે મુંબઇ-રાજકોટની સ્પાઇસ જેટની ફલાઇટ તેના નીર્ધારીત સમયે આવી હતી અને મુસાફરોને લઇને પરત ઉડાન ભરી હતી. જયારે સવારે 9:00 કલાકે આવતી દિલ્હીની ફલાઇટ દિલ્હીમાં ગાઢ ધુમ્મસના લીધે બે કલાક મોડી પડી હતી. રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની ફલાઇટની પ્રતિક્ષા કરવી પડી હતી.