હવે ચાલતી ટ્રેનમાં યાત્રીઓને ફરી ભોજન પીરસવામાં આવશે

16 January 2021 11:40 AM
India Travel
  • હવે ચાલતી ટ્રેનમાં યાત્રીઓને ફરી ભોજન પીરસવામાં આવશે

કોરોના કાળ દરમ્યાન બંધ થયેલ રેલવેની ખાનપાન સેવા ટુંક સમયમાં શરૂ

નવી દિલ્હી તા.16
હવે ચાલતી ટ્રેનમાં યાત્રીઓને ભોજન પીરસવામાં આવશે. આઈઆરસીટીસી ટુંક સમયમાં ઈ-કેટરીંગ સેવા શરૂ કરી શકે છે. જે અંતર્ગત દેશભરનાં પસંદગીનાં સ્ટેશનો પર રેલગાડીઓમાં ભોજન વિતરણની મંજૂરી આપવામાં આવશે.રેલવે બોર્ડે તેનાં માટે આઈઆરસીટીસીને તૈયાર કરવાનું કહ્યું છે.સંભાવના છે કે ફેબ્રુઆરીનાં પ્રથમ સપ્તાહમાં જ કેટલીક ટે્રનોમાં આ સેવા શરૂ કરી દેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં યાત્રી ટ્રેનો બંધ હોવાની સાથે સાથે કોવિડ-19 પ્રોટોકોલ અંતર્ગત રેલવેની ખાનપાન સેવાઓ બંધ કરી દેવાઈ હતી.હવે જયારે આ સેવા શરૂ થનાર છે ત્યારે ભોજન પીરસવા દરમ્યાન સ્થાનિક અધિકારીઓ દ્વારા માન્ય ધોરણોનું પાલન કરવામાં આવશે.અધિકારીએ જણાવ્યું હતું કે દરેક રેસ્ટોરન્ટ પાર્ટનરને સ્વચ્છતા અને સંપર્ક રહીત સેવા નિશ્ચિત  કરવા માટે કહેવાયું છે.


Related News

Loading...
Advertisement