હવે વોટસએપ પર તમે ઈચ્છશો ત્યારે કોઈ પણ ચેટ વાંચી શકશો: ‘રિડ લેટર’ ફિચર્સમાં થશે ફેરફાર

16 January 2021 10:57 AM
Technology Top News
  • હવે વોટસએપ પર તમે ઈચ્છશો ત્યારે કોઈ પણ ચેટ વાંચી શકશો: ‘રિડ લેટર’ ફિચર્સમાં થશે ફેરફાર

ટૂંક સમયમાં એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ઉપર ફિચર્સનું લોન્ચીંગ

નવીદિલ્હી, તા.16
ફટાફટ મેસેજિંગ એપ વોટસએપ પોતાના યુઝર્સ માટે કંઈ ને કંઈ નવું ઉપલબ્ધ કરાવતું જ રહે છે. તાજેતરમાં જ કંપનીએ પોતાની પ્રાઈવસી પોલિસીને અપડેટ કરી હતી જેનાથી યુઝર્સ અત્યંત નાખુશ છે. પ્રાઈવસી પોલિસીના વિવાદ વચ્ચે વોટસએપ એક નવા ફીચર ઉપર કામ કરી રહ્યું છે. આ ફીચરનું નામ ‘રિડ લેટર’ છે. કંપની આ ફીચરને ટૂંક સમયમાં પોતાના પ્લેટફોર્મ ઉપર લોન્ચ કરવાની છે. કંપની ‘આર્કાઈવ્ડ ચેટસ’ ફીચરને રિમૂવ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એવું મનાય રહ્યું છે કે ‘રિડ લેટર’ ફીચર એક શ્રેષ્ઠ વર્ઝન સાબિત થશે. આ નવું ફીચર વોટસએપના 2.2.1.2.2 બીટા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે.


આ નવા ફીચરને સૌથી પહેલાં ‘વેબીટાઈન્ફો’એ જાહેર કર્યું છે. અત્યારે જ્યારે તમે કોઈ ઈન્ડીવિઝ્યુઅલ અથવા ગ્રુપ ચેટને આર્કાઈવ કરો છો તો તમારી ચેટ આર્કાઈવ સેક્શનમાં છુપાઈ જાય છે. આવામાં તમારા દ્વારા પસંદ કરાયેલી ચેટ મેસેજિંગ એપમાં ટોપ પર દેખાતી નથી. જો કે આર્કાઈવ ચેટમાં નવો મેસેજ આવે છે તો આર્કાઈવ ચેટ આપોઆપ ઉપર આવી જાય છે. અનેક વખત તે યુઝર્સને અત્યંત પરેશાન કરે છે. આ પરેશાનીથી છૂટકારો મેળવવા માટે કંપનીનું નવું ફીચર ‘રિડ લેટર’ ઘણું કામ આવશે. કંપની આ નવા ફીચર દ્વારા અડચણોને અટકાવવા માંગે છે.


હવે આ નવા ફીચરને ઈનેબલ કરવામાં આવે છે તો ‘રિડ લેટર’ સેક્શનમાં ઉપસ્થિત ચેટમાં જો કોઈ નવો મેસેજ આવે છે તો તે એ જ સેક્શનમાં રહે છે. એ ચેટ બોક્સમાં સૌથી ઉપર આવતો નથી. આવામાં જો તેમાં કોઈ નવો મેસેજ આવે છે તો યુઝર્સને કોઈ નોટિફિકેશન પણ મળતું નથી. રિડ લેટર કેટેગરીમાં તમામ ચેટ મ્યુટ રહેશે.


અહેવાલમાં જણાવાયું છે કે વોટસએપ કંપની રિડ લેટર ફીચર પર કામ કરી રહી છે જે આર્કાઈવ્ડ ચેટનું રિપ્લેસમેન્ટ-ઈમ્પ્રુવમેન્ટ છે. જ્યારે કોઈ ચેટને આર્કાઈવ કરવામાં આવે છે તો યુઝર્સને તેનું નોટિફિકેશન આવતું નથી કેમ કે તમામ આર્કાઈવ ચેટસ આપોઆપ મ્યુટ થઈ જશે જેનાથી યુઝર્સને અડચણનો સામનો કરવો પડશે નહીં. જો તમને રિડ લેટર ફિચર્સ પસંદ ન આવે તો તમે વોટસએપને ડાઉનગ્રેડ પણ કરી શકો છો.


અત્યારે આર્કાઈવ્ડ ચેટસ યુઝર્સને ચેટ બોક્સમાં સૌથી નીચે દેખાય છે. જ્યારે તમે વોટસએપને નીચેની તરફ સ્ક્રોલ કરશો તો તમને આર્કાઈવ ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરીને તમામ આર્કાઈવ ચેટસ દેખાશે. આ ફીચરને સૌથી પહેલાં એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ઉપર લોન્ચ કરાશે.


Related News

Loading...
Advertisement