અંતે વોટસએપ ઝૂક્યું: નવી શરતો-નિતિ હાલ પૂરતી લાગુ નહીં થાય

16 January 2021 10:49 AM
Technology
  • અંતે વોટસએપ ઝૂક્યું: નવી શરતો-નિતિ હાલ પૂરતી લાગુ નહીં થાય

8 ફેબ્રુઆરી સુધીમાં તમામ યુઝર્સે શરતોનો સ્વીકાર કરવાનો હતો: લાખો યુઝર્સ ટેલિગ્રામ અને સિગ્નલ એપ ઉપર જવા લાગતાં કંપનીનો નિર્ણય

નવીદિલ્હી, તા.16
ટીકાઓ અને વિરોધનો સામનો કર્યા બાદ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લીકેશન વોટસએપે પોતાની નવી ડેટા શેયરિંગ પોલિસીને હાલ પૂરતી ટાળી દીધી છે. નવી પોલિસીમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું એકીકરણ વધુ હતું જેના કારણે યુઝર્સનો વોટસએપ ડેટા ફેસબુક પરથી પણ શેયર કરવામાં આવતો હતો. વોટસએપ ઉપર ફેસબુકની સંપૂર્ણ માલિકી છે. વોટસએપની આ પ્રાઈવસી નીતિથી પરેશાન થઈને યુઝર્સ તેની કટ્ટર હરિફ ટેલિગ્રામ અને સિગ્નલ ઉપર જઈ રહ્યા હતા.


નવી શરતો અને નીતિને સ્વીકાર કરવા માટે 8 ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવી હતી જેને હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. વોટસએપે કહ્યું કે તે પ્રાઈસી અને સુરક્ષાને લઈને યુઝર્સ વચ્ચે ફેલાયેલી ભ્રામક જાણકારીઓને દૂર કરશે.


એક બ્લોગપોસ્ટમાં વોટસએપ તરફથી લખવામાં આવ્યું છે કે અમને ઘણા લોકો પાસેથી સાંભળવા મળ્યું છે કે અમારા આ અપડેટને લઈને ભ્રમ ફેલાઈ રહ્યો છે. અમે આ અપડેટ દ્વારા ફેસબુક સાથે પહેલાંથી વધુ ડેટા શેયર કરશું નહીં. આ પહેલાં પણ એક બ્લોગ દ્વારા વોટસએપે સફાઈ આપી હતી કે ન તો અમે કોઈના મેસેજ અથવા કોલ જોઈ શકીએ છીએ અને ન તો ફેસબુક તેને જોઈ શકે છે.


ઉલ્લેખનીય છે કે વોટસએપે 4 જાન્યુઆરીએ ‘ઈન એપ’ મારફતે નવી નીતિને જાહેર કરતાં પોતાના યુઝર્સનેસેવાની શરતો અને પ્રાઈવસીની નીતિ અંગે અપડેટ આપવાનું શરૂ કરી દીધું હતું. વોટસએપે તેના જણાવ્યું કે તે કેવી રીતે યુઝર્સના ડેટાને પ્રોસેસ કરશે અને તેને ફેસબુક સાથે કઈ રીતે શેયર કરશે. અપડેટમાં એવું પણ કહેવાયું હતું કે વોટસએપની સેવાઓનો ઉપયોગ જાળવી રાખવા માટે યુઝર્સે 8 ફેબ્રુઆરી 2021 સુધી નવી શરતો અને નીતિથી સહમત થવું પડશે.


કારોબાર જગતના નવા દિગ્ગજો સહિત મોટી સંખ્યામાં પ્રયોગકર્તાઓએ આ પગલાંને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં વોટસએપના યુઝર્સની સંખ્યા 40 કરોડથી વધુ છે. ભારતમાં વૈશ્ર્વિક સ્તરે વોટસએપ સૌથી મોટી બજારો પૈકીનું એક છે. વોટસએપની સેવા અને પ્રાઈવસી નીતિમાં ફેરફારને લઈને જંગ જામ્યો છે જેના કારણે યુઝર્સ ટેલીગ્રામ તેમજ સિગ્નલ જેવી એપ ઉપર ટ્રાન્સફર થવા લાગ્યા છે. એન્ક્રીપ્ટેડ મેસેજિંગ એપ સિગ્નલ અને ટેલિગ્રામને એપ્પલ અને ગૂલના એપ સ્ટોર પરથી ડાઉનલોડમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો તો વોટસએપ ડાઉનલોડ થવાનું ઓછું થઈ ગયું હતું.


Related News

Loading...
Advertisement