વરુણ ધવન અને નતાશા દલાલ 24 જાન્યુઆરીએ કરશે લગ્ન ?

16 January 2021 10:35 AM
Entertainment
  • વરુણ ધવન અને નતાશા દલાલ 24 જાન્યુઆરીએ કરશે લગ્ન ?

મુંબઇ તા. 16 :
વરુણ ધવન અને તેની લોન્ગ-ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ 24 જાન્યુઆરીએ લગ્ન કરશે એવી શકયતા છે. મળેલી માહીતી પ્રમાણે તેમણે અલગીબાગમાં પ સ્ટાર હોટેલ બુક કરી છે. કોરોના વાઇરસના જોખમને કારણે લગ્નમાં નજીકના ફેમીલી અને ફ્રેન્ડસને જ ઇન્વાઇટ કરવામાં આવશે.


જોકે ફેમીલી કે વરુણ તરફથી હજી સુધી કોઇ નીવેદન નથી આપવામાં આવ્યુ. વરુણ અને નતાશા એકબીજાને સ્કુલના સમયથી ઓળખે છે. વરુણે તાજેતરમાં જ કહયું હતું કે તેને સતત આ એક જ સવાલ પુછવામાં આવે છે કે તે કયારે લગ્ન કરશે. જોકે 2020માં જ તેમના લગ્ન થવાના હતા પરંતુ કોરોનાએ તેમના લગ્ન પર ગ્રહણ લાગવી દીધુ હતુ. આપણે તો એટલુ જરુર કહીશું કે તેઓ જલદી જ પોતાની લાઇફની આ નવી જર્નીને શરૂ કરે.


Related News

Loading...
Advertisement