મુંબઇ તા. 16 : રીશી કપુરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ને આ વર્ષે થિયેટર્સમાં રીલીઝ કરવાની મેકર્સની ઇચ્છા છે. ફીલ્મનું શુટીંગ હજી બાકી છે પરંતુ ફિલ્મના પ્રોડયુસરની ઇચ્છા છે કે 4 સપ્ટેમ્બરે રિશી કપુરના બર્થ-ડે પર આ ફિલ્મ રીલીઝ કરવામાં આવે. ફિલ્મને રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તરે પ્રોડયુસ કરી છે. આ ફિલ્મના માધ્યમથી તેમને શ્રધ્ધાસુમન અર્પિત કરવામાં આવશે. એથી ફિલ્મના બાકી રહેલા રિશી કપુરનાં ભાગનું શુટિંગ પુરુ કરવા માટે પરેશ રાવલે હામી ભરી છે જે હિન્દી સિનેમામાં અતુલનીય નિર્ણય છે. ફિલ્મનીસ્ટોરી 60 વર્ષની વ્યકિતની આસપાસ ફરે છે. આ એક હલ્કી-ફુલકી ફિલ્મ છે. આ વર્ષે રિલીઝ કરવાની યોજના સાથે ફિલ્મનું શુટીંગ જલદી જ શરુ કરવામાં આવશે.