ગાંધીનગર તા.15
દેશભરના આશાનાં કિરણ સમાન વેકસિનેશન કાર્યક્રમનો પ્રારંભ આવતીકાલથી સમગ્ર દેશની સાથો સાથ ગુજરાતમાં પણ થઇ રહયો છે. ત્યારે આ કાર્યક્રમ અનુસંધાને સરકાર અને આરોગ્ય તંત્ર સજજ બની ગયુ છે. અને દરેક જીલ્લા મથકોએ સંપુર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વેકસિનેશન કાર્યક્રમનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. ગુજરાતમાં આ કોરોના વીરોધી રસીકરણ કાર્યક્રમનાં પ્રારંભે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ઉ5સ્થિત રહેશે. ગુજરાતમાં જુદા જુદા સ્થળોના 161 સેન્ટર ઉપર વેકિસનેશન કરવામાં આવશે. અને દરેક સેન્ટર દીઠ 100 વ્યકિતઓને રસી મુકવામાં આવશે. વેકસિનેશન કાર્યક્રમના આ પ્રારંભે સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં છેલ્લા કેટલાંક દીવસોથી સરકાર અને આરોગ્ય તંત્ર જહેમત ઉઠાવતુ હતુ. ફુલ પ્રુફ આયોજન ઘડવામાં આવેલ હતુ.