રાજસ્થાનમાં સચિન પાયલોટે ફરી ધોક્કો પછાડયો: સત્તા લાવનારનું હવે સન્માન થવું જરૂરી

15 January 2021 06:30 PM
India Politics
  • રાજસ્થાનમાં સચિન પાયલોટે ફરી ધોક્કો પછાડયો: સત્તા લાવનારનું હવે સન્માન થવું જરૂરી

રાજસ્થાનમાં એક સમયે અશોક ગહેલોત સરકાર સામે બળવો કરનાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ હવે ફરી પોતાની તાકાત બતાવવા માંગે છે. જયપુરમાં મકર સંક્રાંતિના એક કાર્યક્રમમાં પોતે પતંગ ઉડાડી હતી અને પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે જાન્યુઆરી માસમાં રાજકીય નિયુક્તિ અંગે નિર્ણય લેવાનો છે અને તે સમય આવી ગયો છે. માનું છું કે તે આશા સાચી ઠરશે. પાયલોટે એવું પણ વિધાન કર્યું કે રાજ્યમાં કોંગ્રેસના 21 ધારાસભ્યો રહી ગયા હતા જેમાં અમે બહુમતી લાવી હતી હવે બહુમતિ લાવનારની કદર થવી જોઇએ. તેણે રાહુલ ગાંધીની પણ પ્રશંસા કરી હતી.


Related News

Loading...
Advertisement