કોલકતા તા.15
પશ્ચિમ બંગાળમાં ધારાસભા ચૂંટણી પૂર્વે મમતા બેનરજી માટે વધુ આંચકાજનક સમાચાર છે. તૃણમુલના મહિલા સાંસદ અને અભિનેત્રી શતાબ્દી રોયે ખુલ્લેઆમ પક્ષ સામે નારાજગી વ્યકત કરી છે અને તેઓ પાર્ટી છોડી રહ્યા છે તેવો સંકેત આપી દીધો છે. શતાબ્દી રોય ફેન કલબના ફેસબુક એકાઉન્ટમાં અભિનેત્રી કમ સાંસદે આ સંકેત આપી દીધો હતો અને આવતીકાલે તેઓ પોતાનો રાજકીય નિર્ણય જાહેર કરશે. માનવામાં આવે છે કે તે ભાજપમાં જોડાઇ જવાના છે. 2009થી તેઓ વિરભૂમ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ મમતા બેનરજીના ભાઇ કાર્તિક બેનરજીએ જેઓમાં કાબેલીયત છે તેઓએ રાજકારણમાં આવું જોઇએ તેવું વિધાન કરીને તૃણમુલમાં તોફાન મચાવી દીધું છે. જો કે તેઓ ભાજપમાં જોડાશે કે કેમ તે અંગેના પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે હું કોઇપણ પક્ષમાં જોડાઇ શકું છું. આમ મમતાનું ઘર સળગ્યું છે.