લખનવ તા. 15 : ઉતરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીઓ માયાવતીએ પોતાના 6પમાં જન્મદીને એક મોટુ એલાન કરી આગામી વિધાનસભાની ચુંટણી એકલા જ લડવા સાથે બસપાની જીત નિશ્ર્ચિત હોવાનું જણાવ્યુ હતુ. માયાવતીએ જણાવ્યુ હતુ કે ગઠબંધનથી નુકશાન થઇ રહયુ છે. માટે બસપા મજબુત બની ચુંટણીમાં જીત મેળવી સરકાર બનાવશે. તેમણે કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો હતો કે ખેડુતોની બધી માંગની સ્વીકારી કૃષિ કાનુન પર ખેચવો ખેડુતોના હીતમાં છે. વધુમાં કાલથી દેશમાં કોરોના રસીકરણ શરુ થઇ રહયુ છે. તેનુ સ્વાગત છે. બસપાનો અનુરોધ છે કે બધી રાજય સરકાર કોરોનાની રસી મફતમાં આપે.