સુરત તા.15
અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ઉતરાયણથી દાન એકત્ર કરવાનું શરૂ થયું છે ત્યારે સુરતના ડાયમંડ કીંગ તરીકે ઓળકાતા હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકીયાએ રામમંદિરના નિર્માણ માટે રૂા.11 કરોડનું યોગદાન આપ્યું હતું. ગોવિંદભાઈએ ડોનેશન વિશ્વ હિન્દુ પરિષદની ઓફીસે અર્પણ કર્યું હતું. ગોવિંદભાઈ ધોળકીયા વર્ષોથી આઈએસએસ સાથે સંકળાયેલા છે. ગોવિંદભાઈ સિવાય સુરતના મહેશ કબુતરવાલાએ રૂા.5 કરોડ, લવજીભાઈ બાદશાહે રૂા.1 કરોડનું દાન રામમંદિરના નિર્માણ માટે આપ્યા હતા. આમ ગુજરાતના કેટલાક વેપારીઓએ રામમંદિર માટે રૂા.5 લાખથી 21 લાખનો ફાળો રામમંદિર નિર્માણ માટે આપ્યો છે.