જ્યારે 300 વર્ધમાન તપની ઓળી પુરી થઇ ત્યારે આ.કલાપ્રભસૂરીજી મ.એ ‘તપ પ્રભાવિકા’નું બિરૂદ આપ્યું

15 January 2021 05:07 PM
Rajkot Dharmik
  • જ્યારે 300 વર્ધમાન તપની ઓળી પુરી થઇ ત્યારે આ.કલાપ્રભસૂરીજી મ.એ ‘તપ પ્રભાવિકા’નું બિરૂદ આપ્યું

જિનશાસનનો શણગાર : પૂ. હંસકીર્તિશ્રીજી મ.ની અવિરત ચાલતી તપ આરાધના

રાજકોટ, તા. 15
અધ્યાત્મ યોગી આ. શ્રી કલાપૂર્ણસૂરી સમુદાયના તપસ્વીની સાધ્વીજી શ્રી હંસકીર્તિશ્રીજી મ.ની 354ની વર્ધમાન તપની આયંબીલની ઓળી ચાલી રહી છે. સાધ્વીજીની હંસકીર્તિશ્રીજી મહારાજ ગુજરાતના વઢવાણના છે તેમના પિતાનું નામ મહાસુખભાઇ તથા માતાનું નામ લીલાવતી બહેન પૂજયશ્રીનું બાળપણમાં હંસા હતું. હંસાબેન દરરોજ જિનાલયે જતા અને સાધુ-સાધ્વીજીઓને વંદન કરતા માત્ર નવ વર્ષની ઉંમરે જ તેમણે દરેક પ્રકારના સુકામેવાનો ત્યાગ કરી દીધો હતો.

પછી શાકભાજી તથા ફળનો ત્યાગ કર્યો હતો. હંસાબહેને સંસારીપણામાં 15 વર્ષની વયે વર્ધમાન તપની ઓળીનો પ્રારંભ કરી દીધો હતો. સળંગ 18 ઓળી કરી હતી. 16મા વર્ષે હંસાબહેને શ્રી કલાપૂર્ણસૂરી સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરી અને તેમનું નામ સાધ્વીજી હંસકીર્તિશ્રીજી મ. જાહેર થયું. 100મી ઓળી કરવાનો તેમણે નિયમ લીધો હતો અને ર4મા વર્ષે પૂર્ણ થયો હતો. પછી સાડા પંદર વર્ષમાં બીજી વાર 100 ઓળી અને પછી સાડા સોળ વર્ષમાં ત્રીજીવાર 100 ઓળી તેમણે સંપન્ન કરી.

આમ 300 વર્ધમાન તપની ઓળીમાં 15150 આયંબીલ તથા 677 ઉપવાસ કર્યા હતા. આ તપસ્યાની સાથે 1680 સળંગ આયંબીલ + 1400 આયંબીલ (આઠ વર્ષમાં ચાર એકાસણા છોડીને 3080 આયંબીલ) કર્યા હતા. પૂજયશ્રીએ સળંગ 500, 450, 275, 250 તથા 120 આયંબીલ કર્યા. છેલ્લા 15 વર્ષથી હાલ 79 વર્ષની ઉંમરે દર વર્ષે આવતી બે નવપદ ઓળીમાં આયંબીલ કરે છે 30 ઉપવાસ, 11 ઉપવાસ, બે વાર ક્ષીર સમુદ્ર તપ, ચાર વખત અઠ્ઠાઇ કરી છે.

340મી ઓળીનું પારણુ 2017ની સાલમાં (ભાદરવા સુદ-12) આચાર્ય શ્રી હેમવલ્લભસૂરીજી મ.ની નિશ્રામાં ગિરનાર તીર્થમાં થયું હતું. જ્યારે 353મી ઓળીનું પારણું ભચાઉ(કચ્છ)માં તા. 26-12-2019ના થયું હતું. હાલ તેમનો દીક્ષા પર્યાય 63 વર્ષનો છે. 25થી વધારે શિષ્યાઓના ગુરૂણી છે. છતાં પણ પોતાના માટે નિર્દોષ આયંબીલની ગોચરી વહોરવા માટે સ્વયં જ જાય છે. 40થી વધારે વર્ષોથી તેમણે ભાત, દાળ, મગ એવા બે ચાર દ્રવ્યોથી આયંબીલ કરે છ.

તેમના તપની પ્રેરણાથી તેમની એક શિષ્યાએ પાંચ વર્ષમાં 20 ઉપવાસ વીસ વખત કર્યા છે. 300 ઓળી પુરી થઇ ત્યારે આચાર્ય કલાપ્રભસૂરીજી મહારાજે તેમને તપ પ્રભાવિકાશ્રીજીનું બિરૂદ આપેલું હતું.


Related News

Loading...
Advertisement