રાજકોટ: દેશના અને દુનિયાના ટોચના અબજોપતિઓમાં સામેલ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે પણ છેતરપીંડી કરી ચૂકેલા એક કંપનીના સંચાલક કલ્પેશ દફતરીની મુંબઈ અને રાજકોટની મિલ્કતો એન્ફોર્સમેન્ટ વિભાગે ‘સીલ’ કરી છે. કલ્પેશ દફતરી મૂળ રાજકોટના છે. તેઓ સંકલ્પ ક્રિએશન પ્રા.લી. નામની કંપની ચલાવે છે જેના મારફત રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે છેતરપીંડી કરવામાં આવી હતી.
એજન્સીએ આ કંપનીની મુંબઈની એક અને રાજકોટની ચાર મિલ્કતો જેની કિંમત રૂા.4.87 કરોડ થાય છે તે એટેચ કરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ ચાલેલી આ કાર્યવાહીમાં કલ્પેશ દફતરી અને અન્ય 13 જેમાં અહમદ, પિયુષ વડગામા, વિનય ગઢીયા સહીતના લોકોની સંડોવણી છે. તેઓએ વિશેષ કૃષી એન્ડ ગ્રામ્ય ઉદ્યોગ યોજના હેઠળ કૃષિ અને ગ્રામ્ય ઉદ્યોગમાં 13 જેટલા લાયસન્સ મેળવ્યાહતા જે બાદમાં એક બીજી કંપનીને વેચીને પછી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને રૂા.6.8 કરોડમાં વેચ્યા હતા અને આ રીતે છેતરપીંડી કરી હતી. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ફરિયાદ પરથી સીબીઆઈ તપાસ કરવામાં એવી હતી અને છેતરપીંડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ સહિતની કલમો હેઠળ કેસ દાખલ થઈ છે અને બાદમાં આ કંપનીની રાજકોટની 4 અને મુંબઈની એક મિલ્કત એટેચ કરવામાં
આવી છે.