રાજકોટમાં સૌથી મોટું કોલસેન્ટર પકડાયું : સાતની ધરપકડ

15 January 2021 01:22 PM
Rajkot Crime
  • રાજકોટમાં સૌથી મોટું કોલસેન્ટર પકડાયું : સાતની ધરપકડ

એંજલ બ્રોકિંગમાં નોકરીનો અનુભવ ધરાવતા રાજકોટના લતીફે પૈસાદાર બનવા કોલસેન્ટર શરૂ કર્યું : કબ્જે કરાયેલા 18 મોબાઈલ અને બે લેપટોપમાંથી કસ્ટમરોનો ડેટા અને બેન્ક એકાઉન્ટના વ્યવહારો અંગે તપાસ થશે : ટેલિકોલર યુવતીઓ કસ્ટમરને ફોન કરી કહેતી કે,અમારી મોબાઇલ એપ્લિકેશનમાં ટ્રેડ કરવાથી 200 થી 500 ડોલર જે ભારતીય રૂપિયામાં આશરે રૂ.15 હજાર અને રૂ.35 હજારનો ચોક્કસ નફો મળશે : શેરબજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા કસ્ટમરને ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરવામાં આવતા : લતીફે શેરબજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા કસ્ટમરના સુરતની એન્જલ બ્રોકિંગમાંથી ડેટા મેળવ્યા બાદ ડેવલોપર મારફતે ફોરેક્ષ ટ્રેડિંગની ઇગલ ટ્રેડ અને ગ્લોબલ ટ્રેડ નામની મોબાઈલ એપ્લિકેશનો બનાવી તેને ગૂગલ પ્લેસ્ટોરમાં મૂકી દીધી!!

રાજકોટ,તા.15
સૌરાષ્ટ્રમાં સૌથી મોટા કોલસેન્ટરનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે.રાજકોટમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે દેશના અલગ અલગ રાજ્યમાં શેરબજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા લોકોને છેતરતા કોલ સેન્ટરનો ક્રાઇમબ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.ક્રાઇમ બ્રાન્ચે ચાર યુવતી સહિત સાત શખ્સોની ધરપકડ કરી છે.ફોરેક્સ ટ્રેડિંગના નામે બે ગેરકાયદે એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.શેરબજારમાં ડિમેટ ધરાવતાં હોય તેવા દેશભરના અલગ અલગ રાજ્યોના લોકોને અમારી એપ્લિકેશન કે જે ઓટોમેટિક ટ્રેડ થાય છે તેમાં રોકાણ કરવાથી સો ટકા ફાયદો થશે તેવી લાલચ આપી તેને છેતરીને નાણા પડાવી લેતા હતાં. બાદમાં કસ્ટમરનું એકાઉન્ટ બંધ કરી દેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના પારસી અગિયારસી ચોકમાં આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષના ચોથા માળે ઓફિસ નં.409 ઇન્સ્યોર કેર નામની ઓફિસમાં ક્રાઇમબ્રાન્ચના પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ.બી.ધાધલ્યા, રાજેશભાઇ બાળા,સિદ્ધરાજસિંહ જાડેજા અને અશોકભાઈ ડાંગર અને શક્તિસિંહ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.પોલીસ સ્ટાફે ત્યાં જઈને જોયું તો ભારતના અલગ અલગ રાજ્યના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી ગેંગમાં કુલ ચાર યુવતીઓ સહિત સાત લોકો સામેલ હતા.ક્રાઈમબ્રાન્ચ દ્વારા સાતેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આ ગુનામાં સામેલ લતીફ ઇરશાદભાઈ નરીવાલા(રહે.રૈયારોડ નહેરુનગર,રાજકોટ.મૂળ ધોરાજી)જે કોલ સેન્ટરમાં સંચાલક છે.અન્ય છ આરોપીઓમાં આમીર અમીનભાઈ નરીવાલા(રહે.રૈયા રોડ, નહેરુનગર. મૂળ.ધોરાજી) જે કોલસેન્ટરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો.નશરુલ્લાહ અસ્પાકભાઇ પારૂપીયા(રહે.રૈયારોડ નહેરુનગર મકરાનીનો ડેલો)જે આસિસ્ટન્ટ સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો.જ્યારે ટેલિકોલર તરીકે કામ કરતી કાજલ ભરતભાઈ મકવાણા(રહે.પંચનાથ પ્લોટ શેરી.4,કૈલાશ હોસ્ટેલમાં ભાડેથી રાજકોટ.મૂળ,ભાવનગર),કોમલ હરેશભાઇ પ્રાગડા(રહે.રોયલ પાર્ક-9,ઘનશ્યામ હોસ્ટેલ, કે.કે.વી.હોલ પાસે. મૂળ.લાલપુર)પુજા રશીકભાઇ સોલંકી(રહે.નવાગામ રામાપીરના મંદિર પાસે) અને સાહીસ્તા વસીમભાઇ તુંપી(રહે.ગરીબ નવાઝ પાર્ક.2 જામનગર)નો સમાવેશ થાય છે.


સાતેય આરોપીઓ પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે શેરબજારમાં ડિમેટ ધરાવતા લોકોના સુરતમાં આવેલી એન્જલ બ્રોકિંગમાંથી લીડ ડેટા મેળવી કોઈ ડેવલોપર પાસેથી ફોરેક્ષ ટ્રેડિંગની ઇગલ ટ્રેડ અને ગ્લોબલ ટ્રેડ નામની મોબાઈલ એપ્લિકેશનો બનાવી તેને ગૂગલ પ્લેસ્ટોરમાં મૂકી હતી.તેમજ ભારતના અલગ અલગ રાજ્યમાં રહેતા નાગરિકોને સૌપ્રથમ કોલ સેન્ટર મારફતે કસ્ટમરને ફોન કરી કહેતા કે 200 થી 500 ડોલર ભારતીય રૂપિયામાં આશરે રૂ.15 હજાર અને રૂ.35 હજારમાં ફોનમાં મોબાઇલ એપ્લિકેશનમાં ટ્રેડ કરવાથી ચોક્કસ નફો થાય તેવું કહી વિશ્વાસમાં લેતા હતા.

નફો થાય તેમાંથી 30 ટકા કમિશન આપવાનુ તેવી લાલચ આપી ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંક ડિટેઇલ, અલગ અલગ વોટસએપ નંબરથી મેળવી લેતા હતા.ત્યારબાદ બંને મોબાઈલ એપ્લિકેશનમાં ફોરેક્ષ ટ્રેડિંગનું એકાઉન્ટ બનાવી એકાઉન્ટ એક્ટિવ કર્યા પછી કોલસેન્ટર મારફતે ભારતના અલગ અલગ રાજ્યના નાગરિકને આરોપીઓના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પ્રથમ રૂ.15 હજાર થી રૂ.35 હજાર રૂપિયા યુ.પી.આઈ અથવા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવે એટલે એમને ઉપરોક્ત બંને મોબાઈલ એપ્લિકેશનમાં ડોલરમાં ક્ધવર્ટ કરી મોબાઈલ એપ્લિકેશનમાં બેલેંસ બતાવતા અને ત્યારબાદ કસ્ટમરને ફોન કરી બે ત્રણ દિવસમાં રૂ.30 હજારનો નફો થયેલ છે.

તમારે નફાને તમારા બેન્ક એકાઉન્ટમાં અથવા યુ.પી.આઈ મારફતે વિથડ્રો કરવો હોય તો અમારા બેન્ક એકાઉન્ટમાં રૂ.10 હજાર કમિશન પેટે નાખવાનું કહી માત્ર રૂ.3500 જ ખાતામાં નાખતા હતાં.ત્યારબાદ કસ્ટમર ને વાતો માં લઇ રૂ.30 હજાર થી રૂ.50 હજારનો નફો એકાઉન્ટમાં મેન્યુપ્લેટમાં ડિસ્પ્લે કરતા અને નફો મેળવવા 30 ટકાનું કમિસન બેન્કમાં નાખવાનું કહેતા હતા.રાજકોટ ક્રાઈમબ્રાન્ચના પીઆઈ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ.બી.ધાધલ્યાં સહિતના સ્ટાફે ચાર યુવતી સહિત સાત શખ્સોની ધરપકડ કરી હતી.તેની પાસેથી લેપટોપ,રાઉટર, મોબાઈલ 18, લાઈટબીલ, સક્રીપટ, હાજરી રજીસ્ટર,લીડ ડેટા સહિત કુલ રૂ.99 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.તેમજ આરોપીઓએ અલગ અલગ રાજ્યના કેટલા નાગરિકો સાથે છેતરપિંડી કરી છે?,અન્ય કોણ સંડોવાયેલા છે?,ગ્લોબલ ટ્રેડ અને ઇગલ ટ્રેડ નામની એપ્લિકેશન કોને બનાવી આપી?,કબ્જે કરાયેલા મોબાઈલના કોલ ડિટેઇલ,નાગરિકોના નાણા કયા ખાતામાં મેળવતા હતા?ઓફીસની માલિકી કોની છે?,ઉપયોગમાં લીધેલા મોબાઈલ નમ્બર કોના કોના નામે છે?આ તમામ મુદ્દાની તપાસ માટે સાતેય આરોપીને રિમાન્ડ માટે કોર્ટ હવાલે કરવામાં આવશે.

ગુન્હાનો માસ્ટરમાઈન્ડ લતીફ 12 પાસ:ગ્રેજ્યુએટ ટેલિકોલર યુવતીઓને 10 હજાર પગાર આપતો!!
સૌરાષ્ટ્રનું મોટું કોલસેન્ટર રાજકોટમાંથી ક્રાઈમબ્રાન્ચે ઝડપી ચાર યુવતી સહિત સાત શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓમાં લતીફ માત્ર 12 પાસ છે અને આ કોલસેન્ટરનો મુખ્ય સૂત્રધાર છે.ત્યારબાદ સુપરવાઈઝર આમિર આઠ પાસ,આસીસ્ટ સુપરવાઇઝર નસૃલ્લા આઠ પાસ સુધી અભ્યાસ કારેલ છે.જ્યારે ટેલીકોલર તરીકે નોકરી કરતી કાજલે બી.બી.એ,કોમલે ગ્રેજ્યુએટ,પૂજા એ એમ.એ.બી.એડ અને સાહિસ્તા એ પણ કોલેજ સુધીનો અભ્યાસ કરેલો છે.સંચાલક લતીફ ટેલિકોલર યુવતીઓને મહિનાના 10 હજાર લેખે પગાર ચુકાવતો અને એક કસ્ટમર દીઠ કોલ માટે 10 ટકા કમિશન પણ આપતો હતો.


કોલસેન્ટરના ગુન્હાની તપાસમાં સાયબર ક્રાઈમ સેલની મદદ લેવામાં આવશે
રાજકોટમાંથી ક્રાઇમબ્રાન્ચની ટીમે સૌથી મોટું કોલ સેન્ટર પકડી પાડ્યું હતું.જેમાં ચાર યુવતી સહિત સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.આ કોલસેન્ટર સાયબર ક્રાઈમ રિલેટેડ ગુન્હો હોય જેથી આ ગુન્હામાં ઉપયોગમાં લેવામાં આવેલા 18 મોબાઈલ,સીમકાર્ડ,લેપટોપની માહિતી મેળવવામાં આવશે.તેમજ ઉપયોગમાં લેવાયેલ બે એપ્લિકેશનનો ટ્રેડિંગ તરીકે ઉપયોગ કરવામાં આવતો તે એપ્લિકેશન કયા ડેવલોપર દ્વારા બનાવામાં આવી છે તેમજ કસ્ટમરનો ડેટા કઈ રીતે મેળવવામાં આવ્યો એ અંગે સાયબર ક્રાઈમ સેલ ની મદદ લઇ તપાસ કરવામાં આવશે.


ફ્રોડ કરવા બે હસ્તલીખિત સ્ક્રિપ્ટ પણ મળી : ટેલિકોલરને સાત દિવસ તાલીમ આપવામાં આવતી
શેરબજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા કસ્ટમરને ફોરેક્ષ ટ્રેડિંગ વિશે માહિતી આપી તેની બે એપ્લિકેશન મારફતે ટ્રેડ કરવાનું કહી છેતરપીંડી કરવામાં આવતી હતી.ક્રાઈમબ્રાન્ચ દ્વારા જ્યારે સ્ટાર પ્લાઝામાંથી સૌથી મોટું કોલસેન્ટર પકડ્યું ત્યારે ત્યાંથી બે હસ્તલિખિત સ્ક્રિપ્ટ પણ હાથ લાગી હતી આ સ્ક્રિપ્ટ ટેલીકોલર માટે તૈયાર કરવામાં આવી હતી.આ સ્ક્રિપ્ટના આધારે જ કસ્ટમર આરોપીઓની જાળમાં ફસાતા હતા.ટેલિકોલરને આ સ્ક્રિપ્ટ તૈયાર કરવા માટે સાત દિવસની તાલીમ આપવામાં આવતી હતી.

સ્ટાર પ્લાઝામા બે માસથી ચાલતું હતું કોલસેન્ટર
રાજકોટમાંથી ક્રાઈમબ્રાન્ચે ઝડપી ચાર યુવતી સહિત સાત શખ્સોની ધરપકડ કરી છે.જેમાં ઝડપાયેલા સંચાલક લતીફની પૂછપરછ કરતા આ કોલસેન્ટર છેલ્લા બે માસથી ચલાવવામાં આવી રહ્યું છે.તેમજ આ કોલસેન્ટરમાં ટેલિકોલરની જરૂર ઉભી થતા નોકરી માટેની જાહેરાત પરફેક્ટ જોબ પ્લેસમેન્ટ તથા વર્ક ઇન્ડિયામાં ઓનલાઈન જાહેરાત બ્લુટ્રેડર્સ નામની કંપનીએ આપેલ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.તેમજ લતીફ એંજલ બ્રોકિંગમાં ટ્રેડિંગનો અનુભવ લઈ ચુક્યો હોવાથી કસ્ટમરના ડેટા સરળતાથી મેળવી લેતો હતો.

એક કસ્ટમરને છેતરવામાં 15 થી 25 દિવસ લાગતા
રાજકોટમાંથી ક્રાઇમબ્રાન્ચની ટિમ દ્વારા મોટું કોલસેન્ટર પકડી પર્દાફાશ કર્યો છે.આરોપીઓ ફોરેક્ષ ટ્રેડિંગના નામે શેરબજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા લોકોને ટ્રેડિંગમાં પૈસા કમાવવા માટે લોભામણી સ્કીમ આપી છેતરતા હતા.આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે,ગ્રાહકને મનાવવામાં તેમજ વિશ્વાસમાં લેવા માટે 15 થી 25 દિવસ લાગતા હતા.


Related News

Loading...
Advertisement