લખનૌ: ઉતરપ્રદેશમાં આગામી વર્ષમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પુર્વે ફકત યોગી આદીત્યનાથ પર ‘ભરોસો’ રાખવાના બદલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખુદની શતરંજ બીછાવવાનું શરૂ કરીને ગુજરાત કેડરના પુર્વ આઈએએસ અધિકારી અને વડાપ્રધાનના ખાસ નજીકના ગણાતા સતત વહીવટ કુશળ ગણાતા અરવિંદ શર્માને ઉતરપ્રદેશ ભાજપમાં પ્રવેશ આપ્યો છે. ગઈકાલે ઉતરપ્રદેશ ભાજપના પ્રમુખ દૈવસિંહે તેની તેમને સભ્યપદ અપાયુ હતું અને તે સમયે નાયબ મુખ્યમંત્રી ડો. દિનેશ શર્મા અને પક્ષના અનેક સિનીયર નેતાઓ પણ હાજર હતા. શ્રી શર્મા મુળ યુપીના જ છે. તેઓ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી બન્યા પણ રાજયમાં હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત કાર્યકાળ સમયે તેમની નજીક આવ્યા હતા અને મોદી તેમને દિલ્હી લઈ ગયા હતા અને પીએમઓમાં કામગીરી બજાવી અને નિવૃતિ બાદ પણ તેઓની સેવા ચાલુ રખાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવી શકાય છે. ઉતરપ્રદેશમાં જે રીતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉભા થયા છે તેનાથી વડાપ્રધાને આ નવી વ્યવસ્થા કરી હોવાનું મનાય છે. શ્રી મોદી હવે ગુજરાતની જેમ જ દરેક રાજયમાં તેમના વિશ્વાસુ આઈએએસ અધિકારીઓને રાજકીય વહીવટી પદ પર મુકે છે. હાલમાં ગુજરાતમાં પણ અમલ વ્યાસની સંગઠનમાં નિયુક્ત એ મોદીની જ ટીમનો ભાગ છે. અગાઉ સી.આર.પાટીલની નિયુક્તિ પણ મોદીની જ પસંદગી હોવાનો સંકેત હતો.