સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો : વધુ નવા 133 કેસ નોંધાયા

15 January 2021 11:38 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો : વધુ નવા 133 કેસ નોંધાયા

કોરોના વેકિસનના આગમન સાથે કોરોના કેસમાં રાહત : ખાનગી-સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી થવા લાગ્યા : રાજકોટ-85, જુનાગઢ-14 સિવાય અન્ય જિલ્લામાં સીંગલ આંક : પોરબંદરમાં એકપણ કેસ નહીં

રાજકોટ તા. 15
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણ ઘટાડો નોંધાઇ રહયો છે. બીજી તરફ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી વેકસીન પણ તમામ જીલ્લાઓમાં પહોંચી જતા આવતીકાલથી રસીકરણનો તબકકા વાઇઝ પ્રારંભ થનાર છે. છેલ્લા 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્રમાં 133 પોઝીટીવ કેસ સામે 150 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.


છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ 62 શહેર 23 ગ્રામ્ય કુલ 8પ, ભાવનગર 6 શહેર 2 ગ્રામ્ય કુલ 8, જુનાગઢ 6 શહેર 8 ગ્રામ્ય કુલ 14, જામનગર 4-4 શહેર ગ્રામ્ય કુલ 8, મોરબી 8, સુરેન્દ્રનગર 4, અમરેલી 3, દ્વારકા 2, બોટાદ 1 સહીત 133 પોઝીટીવ કેસ નોંધાયા છે.


જયારે દર્દીઓ સ્વસ્થ થવાની જીલ્લાવાઇઝ આંકડા જોતા રાજકોટ 79, ભાવનગર 11, જુનાગઢ 23, જામનગર 17, મોરબી-5, સુરેન્દ્રનગર 4, અમરેલી 6, બોટાદ 1, પોરબંદર 4 કુલ 150 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.કચ્છમાં વધુ નવા 11 કેસ નોંધાયા છે. ગુજરાત રાજયમાં 737 નવા દર્દીઓ સામે 570 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.


રાજકોટ
રાજકોટ જીલ્લામાં કોરોના વેકસીન આગમન વચ્ચે કોરોના સંક્રમણ આંકમાં રાહત સાથે વધુ નવા 8પ કેસ સામે 79 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. શહેર 62 અને 23 ગ્રામ્ય વિસ્તારમાં પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે.


ભાવનગર
ભાવનગર જીલ્લામાં વધુ 8 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 5966 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વીસ્તારમાં 5 પુરુષ અને 1 સ્ત્રી મળી કુલ 6 કેસ નોંધાયા છે. જયારે તાલુકાઓમા મહુવા ખાતે 1 તથા તળાજા તાલુકાના દકાના ગામ ખાતે 1 કેસ મળી કુલ 2 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જયારે ભાવનગર મહાનગરપાલીકાના 11 તેમજ તાલુકાઓના ર એમ કુલ 13 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પીટલમાંથી રજા અપાઇ છે. જીલ્લામાં નોંધાયેલા પ966 કેસ પૈકી હાલ 29 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ પ861 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ જીલ્લામાં 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


દ્વારકા
બુધવારે દેવભુમી દ્વારકા જીલ્લાના એકમાત્ર કલ્યાણપુર તાલુકામાં નવો એક પોઝીટીવ કેસ નોંધાયો છે. જયારે અન્ય તાલુકાઓમાં એક પણ નવો દર્દી નોંધાયો નથી. આ વચ્ચે બુધવારે ખંભાળીયા અને દ્વારકાના એક એક દર્દીને રજા આપવામાં આવી છે. જયારે ગઇકાલે ગુરુવારે જીલ્લામાં એક પણ નવો પોઝીટીવ કેસ નોંધાયો નથી અને એક પણ દર્દી ડીસ્ચાર્જ કરાયા નથી. જીલ્લામાં કોરોનાના એકટીવ કેસ માત્ર 29 તથા કુલ મૃત્યુઆંક 78 હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયુ છે. આમ કોરોનાનું સંક્રમણ દીવસે ઘટતુ જતા અને આગામી દીવસોમાં કોરોનાની વેકસીન મળવાની પુરી શકયતા વચ્ચે લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.


Related News

Loading...
Advertisement