શાકાહારમાં વેજીટેરીયન કરતાં વધુ ચુસ્ત અને શુદ્ધ પ્રકાર વીગન તરીકે લોકપ્રિય છે. ભારત કરતાં વિદેશોમાં વધુ ફેલાયેલી વીગન લાઈફસ્ટાઈલમાં કોઈ પણ પ્રાણીજન્ય પદાર્થ ખાવાનો હોતો નથી. ઘણાં ઈંડાને વેજ કે નોન-વેજ ગણવાનો વિવાદ કરે છે, પરંતુ વીગન લાઈફસ્ટાઈલમાં માદા પશુના આંચળમાંથી પ્રાપ્ત થતું દૂધ પણ વર્જ્ય ગણાય છે.
બ્રિટનની અત્યંત પ્રતિષ્ઠિત શાક-પાંદડાં અને ફળોના ખાદ્યપદાર્થો પુરા પાડતી કંપની (પ્લાન્ટ બેઝડ મીલ સબ્સ્ક્રીપ્શન સર્વિસ) એ અનોખી જાહેરાત કરી છે. એ કંપનીએ બ્રિટનના ‘ચુસ્ત માંસાહારી’ અથવા બિગેસ્ટ મીટ ઈટરને ત્રણ મહીના વીગન ફૂડ અપનાવવા બદલ 50000 પાઉન્ડ (અંદાજે 50 લાખ રૂપિયા) ઈનામ આપવાની જાહેરાત કરી છે. ‘વાઈબ્રન્ટ વીગન’ નામની કંપનીએ શાકાહારની પ્રચારની દિશામાં હિન્દુઓ, જનો, ભારતીયો કરતાં અગ્રેસરતા દાખવી છે. માંસાહારની વ્યાપકતા ધરાવતા ઠંડા પશ્ર્ચિમ દેશોમાં આ કંપની ચર્ચા અને પ્રશંસાનો વિષય બની છે. કંપનીની ઓફ સ્વીકારનારે ત્રણ મહીને માંસ-મરચાં તો ઠીક ઈંડા, દૂધ કે દૂધની પેશો પણ નહીં ખાવાની બાંહેધરી આપતા કોન્ટ્રેકટ પર સહી કરવાની રહેશે.