લંડન તા.15
બ્રિટનમાં બેડરૂમ એથ્લેટીકસ નામની કંપનીમાં સ્લિપર ટેસ્ટરની નોકરી ખાલી છે. ફકત દિવસના 12 કલાક એ કંપનીનાં સ્લિપર્સ પહેરી રાખવા બદલ દર મહિને ચાર લાખ રૂપિયા પગાર આપવામાં એવે છે. એક સ્ત્રી અને એક પુરુષ એમ બે વેકેન્સી છે. બેડરૂમ એથ્લેટીકસ નામની કંપની આ નોકરીને સિન્ડ્રેલા ઓફ ધ જોબ માર્કેટ ગણાવે છે. આ જોબની એડવર્ટાઈઝમેન્ટ સોશ્યલ મીડીયા પર ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટ સોશ્યલ નેટવર્કીંગ સાઈટસ પર વાઈરલ અને લોકપ્રિય બની છે.