અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બોટાદ દ્વારા આજ રોજ 12 જાન્યુઆરી (સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ) "યુવા દિવસ" માટે સ્વામી વિવેકાનંદ જી ને પુષ્પ અર્પણ અને ખેલ ઉત્સવ માં કબડ્ડી તથા વોલીબોલનું આયોજન કવિ બોટાદ કર આર્ટસ કોમર્સે કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ અધ્યક્ષ ભરતભાઈ પટેલ, નગર સહમંત્રી પૃથ્વીરાજ ભાઈ ખાચર તથા ભાવનગર સંગઠન મંત્રી જીગર ભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.