અમદાવાદ :
ગુજરાતની બે દિવસની મુલાકાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવ્યા છે ત્યારે આજે પરિવાર સાથે મકર સંક્રાતિનો પર્વ ઉજવ્યો. આજે સવારે જગન્નાથ મંદિર આરતી - દર્શન કર્યા, ત્યારબાદ ગૌ પૂજન કર્યું. ત્યારબાદ સાંજે થલતેજ વિસ્તારમાં મેપલ ટ્રી ટાવરમાં પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. અમિત શાહે પતંગ ઉડાવતા સાથે તેમની પતંગ કપાઈ હતી, પરંતુ તુરત જ ફરી પતંગ ચગાવી અને બીજી બે પતંગ કાપી હતી. રાજકીય ચાણક્ય ગણાતા અમિતભાઈએ અવકાશી પેચમાં પણ માહિર સાબિત થયા.
ઉલ્લેખનીય છે કે અમિતભાઈ ગુજરાતની મુલાકાતે છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે કરશે બેઠક જેમાં આગામી મહિને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષીને ચર્ચા થશે.