રાજકોટ, તા.13
ગુજરાતમાં કોરોના સંક્રમણ તળિયે પહોંચી ગયું છે. દિનપ્રતિદિન નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે 700થી વધુ દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ 95.44 ટકા નોંધાયો છે. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા ઉત્તરોતર ઘટી રહી છે. હાલ રાજ્યમાં 7,226 સક્રિય કેસો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ નવા 583 કેસ નોંધાયા છે અને 4 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 792 દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં 2,42,164 લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ 56 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 7,170 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4,354 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,53,744 પર પહોંચ્યો છે.
જિલ્લામાં મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ 116, સુરત 98, વડોદરા 107, રાજકોટ 84, જામનગર 17, આણંદ - ગાંધીનગર - જૂનાગઢ 16, કચ્છ - મહેસાણા 12, ભાવનગર 11, અમરેલી 10, ખેડા 9, મોરબી - સાબરકાંઠા 6, બનાસકાંઠા - ભરૂચ - ગીર સોમનાથ - સુરેન્દ્રનગર 5, દેવભૂમિ દ્વારકા - નર્મદા - પંચમહાલ 4, છોટાઉદેપુર - દાહોદ - ડાંગ - પાટણ - તાપી 2, અરવલ્લી - મહીસાગર - નવસારી - પોરબંદર - વલસાડ 1.