પટણામાં ઈન્ડીગોના મેનેજરની સરાજાહેર હત્યા: રાજયમાં વધતી ગુન્હાખોરી મુદે નિતીશકુમાર સામે પસ્તાળ

13 January 2021 07:43 PM
India
  • પટણામાં ઈન્ડીગોના મેનેજરની સરાજાહેર હત્યા: રાજયમાં વધતી ગુન્હાખોરી મુદે નિતીશકુમાર સામે પસ્તાળ

ખુદ ભાજપના સાંસદોએ પ્રશ્ન ઉઠાવ્યા: વિપક્ષ દ્વારા પણ સરકારને ઘેરાઈ

પટણા તા.13
બિહારમાં સતત વધી રહેલી ગુન્હાખોરીમાં હવે મુખ્યમંત્રી નિતીશકુમાર ટાર્ગેટ બની ગયા છે. હાલમાં જ એક છોકરી બળાત્કારીની ઘટના સાથે જ પટણામાં ઈન્ડીગોના સ્ટેશન મેનેજર રૂપેશકુમારની હત્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. હાલમાં જ નિતીશકુમાર તેમના પત્ની સાથે ગોવા ફરવા ગયા હતા અને બાદમાં તેમની ડયુટી સંભાળી હતી. પ્રથમ દિવસે જ તેના પતિ ડયુટી પર ગયા બાદ થોડા કલાકમાં જ તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો. રૂપેશકુમારની મંગળવારે સાંજે સાત વાગ્યે લક્ષ્મીનગર વિસ્તારમાં એક ઈમારતના ગેઈટ પાસે જ ગોળીઓથી વિંધી નંખાયા હતા અને અપરાધીઓ ભાગી નીકળ્યા હતા. રૂપેશકુમારને છ ગોળીઓ વાગી હતી. તેમની કારના કાચને વિંધીને આ ગોળી રૂપેશકુમારને લોહીથી લથબથ કરી ગઈ હતી. જેમાં સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ ગોળીબાર કર્યા પછી ભાગતો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ હજુ સુધી તેની ભાળ મળી નથી. બીજી તરફ રાજયોમાં સતત બની રહેલી ગુનાખોરીની ઘટના બાદ ગૃહમંત્રાલયનો હવાલો સંભાળી રહેલા મુખ્યમંત્રી નિતીશકુમાર પર ખુદ એનડીએમાંથી પસ્તાળ પડી છે. ભાજપના સાંસદ વિવેક ઠાકુરે રાજયોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પ્રશ્ર્ન ઉભા કરીને પોલીસ વ્યવસ્થા સામે જ પડકાર ઉભો થયો હોવાનું જણાવ્યું છે અને કહ્યું હતું કે અપરાધીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. વિપક્ષ રાજદ એ પણ મુખ્યમંત્રી નિતીશકુમારને ઘેર્યા હતા.


Related News

Loading...
Advertisement