રૂા.60 કરોડની રિકવરી કરાવવા વધુ રીમાન્ડ અદાલતે મંજૂર કર્યા

13 January 2021 07:41 PM
Rajkot
  • રૂા.60 કરોડની રિકવરી કરાવવા વધુ રીમાન્ડ અદાલતે મંજૂર કર્યા

ચાર હજારથી વધુ થાપણદારોના ખવાઇ ગયેલા : રામેશ્વર શરાફી મંડળીના ઉચાપત પ્રકરણમાં ત્રણ આરોપીના 4 દિ’ના વધુ રિમાન્ડ મેળવાયા

રાજકોટ, તા. 13
રામેશ્ર્વર શરાફી મંડળીના 4200 થાપણદારોના 60 કરોડ ચાઉં કરી જવાના ગુનામાં ઝડપાયેલા મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજરના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતો કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ શ્રીમદ ભવન ખાતે રામેશ્ર્વર શરાફી સહકારી મંડળી ચલાવતા મંડળીના ચેરમેન સંજય દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ વસોયા સામે થાપણદારોના 60 કરોડની ઉચાપત કર્યાની ફરીયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. ભકિતનગર પોલીસ દ્વારા આરોપીઓના 10 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે રીમાન્ડ પૂર્ણ થતા વધુ તપાસ માટે પોલીસ રીમાન્ડની માંગ સાથે ત્રણેય આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જયાં રીમાન્9 અરજી ચાલવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષોની રજુઆતો અને દલીલોને ધ્યાને લઇ 4ર થાપણદારોના 60 કરોડની રીકવરી માટે ત્રણેય આરોપીઓના વધુ ચાર દિવસના રીમાન્ડ મંજૂ ર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી. તરીકે જિલ્લા સરકારી વકીલ સંજય વોરા રોકાયા હતા.


Related News

Loading...
Advertisement