આ દિલ્હી છે વડોદરાનું કોઈ ગામ નહી! ગાયકવાડ ફેમીલીને હાઈકોર્ટની ફટકાર

13 January 2021 07:40 PM
India
  • આ દિલ્હી છે વડોદરાનું કોઈ ગામ નહી! ગાયકવાડ ફેમીલીને હાઈકોર્ટની ફટકાર

ભાવનગરમાં લીઝ પર લીધેલી મિલ્કત ખાલી નહી કરતા કોર્ટ કેસ: રૂા.10 લાખ માસિક ભાડુ ચુકવવા આદેશ

નવી દિલ્હી: ગુજરાતમાં સન્માનીય સ્થાન મેળવતા વડોદરાના મહારાજા કુટુંબને દિલ્હીમાં એક સપતિના મુદે હાઈકોર્ટની ખરીખોટી સાંભળવી પડી હતી અને આ દિલ્હી છે. તમારા વડોદરાનું ગામ નથી તેવા આકરા શબ્દો પણ ન્યાયમૂર્તિએ કર્યા હતા. ઉપરાંત લીઝમાં લીધેલી આ મિલ્કત પર અદાલત આખરી ચૂકાદો ન આપે કે તેમની સામેનો ‘સ્ટે’ ન ઉઠાવે ત્યાં સુધી રૂા.10 લાખનું માસિક ભાડું પણ ચૂકવવા જણાવ્યું હતું. વડોદરાના દિવંગત મહારાજા રંજીતસિંહે સફદરગંજમાં રૂા.7500ના લીઝ રેન્ટ પર આ સંપતિ ઝડપી હતી અને મહારાજાનું 2012માં મૃત્યુ થયું હતું. તે પુર્વ સમયે લીઝ કરાર પુરો થયો હતો તેનો કેસ ચાલતો હતો પણ મિલ્કત ખાલી કરતા ન હતા. અદાલતમાં મિલ્કતના લીઝ-કરાર અને મહારાજા દ્વારા તેનું પેમેન્ટ તયું હોવાના પુરાવા રજુ કર્યા હતા. હાઈકોર્ટે આ તકે મહારાજાના પ્રતિનિધિઓને આકરા શબ્દોમાં મિલ્કત ખાલી નહી કરવા પર આકરી ટીપ્પણી કરતા કહ્યું કે આ દિલ્હી છે તમારા વડોદરાનું કોઈ ગામ નહીં, હાઈકોર્ટે મહારાજાના વારસદારને મિલ્કત કેમ ખાલી ન કરાવવી તેની નોટીસ આપી હતી અને ન્યાયમૂર્તિ વિવાદમાં કોઈ આદેશ ન આપે ત્યાં સુધી રૂા.10 લાખનું ભાડું દર મહીને આપવા આદેશ આપ્યો હતો.


Related News

Loading...
Advertisement