આઇ.પી.મિશન સ્કુલ પાસે ખાડામાં ટ્રક ખાબકતા પાણીની લાઇન તુટી : ત્રણ વિસ્તારમાં વિતરણ મોડુ

13 January 2021 07:39 PM
Rajkot
  • આઇ.પી.મિશન સ્કુલ પાસે ખાડામાં ટ્રક ખાબકતા પાણીની લાઇન તુટી : ત્રણ વિસ્તારમાં વિતરણ મોડુ
  • આઇ.પી.મિશન સ્કુલ પાસે ખાડામાં ટ્રક ખાબકતા પાણીની લાઇન તુટી : ત્રણ વિસ્તારમાં વિતરણ મોડુ

બેડીપરા, લોહાણાપરા, મોચીબજારમાં અસર : લાઇન શીફટીંગના કામ વચ્ચે ઘટના

રાજકોટ, તા. 13
હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ઓવર બ્રીજનું કામ શરૂ છે ત્યારે કૈસરે હિંદ પુલ તરફ ચાલતા પાઇપલાઇન શીફટીંગના કામમાં આજે એક લાઇન ભાંગી હતી. જે કારણે ત્રણેક વિસ્તારમાં પાણી વિતરણ મોડુ થયું હતું. કૈસરે હિંદ પુલથી આઇ.પી.મિશન સ્કુલ તરફના રસ્તે બ્રીજના કામ માટે અંડર ગ્રાઉન્ડ લાઇનના શીફટીંગ ચાલી રહ્યા છે. આ કામ માટે ગઇકાલે ખાડો કરવામાં આવ્યો હતો. આજે અમદાવાદ તરફથી જીમના સાધનો ભરીને આવતા એક ટ્રકનું ટાયર આ ખાડામાં ઉતરી ગયું હતું. જે કારણે 150 એમએમની લાઇન ભાંગી ગઇ હતી. જોકે મુખ્ય લાઇન નહીં પરંતુ પેટા છ ઇંચની ડિસ્ટ્રીબ્યુશન લાઇનને નુકસાન થયું હોય, પાણીનો બહુ બગાડ થયો ન હતો. ટ્રક બહાર કાઢવામાં સમય જતા તે કારણે વોર્ડ નં.3ના બેડીપરા, લોહાણાપરા, મોચીબજાર જેવા વિસ્તારના અમુક ભાગમાં વિતરણ ત્રણેક કલાક મોડુ થયું હતું. આ બાદ લાઇન રીપેરીંગ કરી લેવામાં આવ્યું હતું અને લોકોને પાણી મળી ગયું હતું તેમ અધિકારીઓએ કહ્યું હતું.


Related News

Loading...
Advertisement