ભુજમાં PSI વતી 15 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ-હોમગાર્ડના જવાન ઝડપાયા

13 January 2021 07:34 PM
kutch
  • ભુજમાં PSI વતી 15 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ-હોમગાર્ડના જવાન ઝડપાયા

રાયોટીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીના જામીન માટે ઝડપી કામગીરી કરવા અને લોકઅપમાં ન રાખવા ACD એન.એસ. ગોહિલે લાંચ માંગી’તી : અઈઇ ની ટ્રેપમાં પકડાયા

રાજકોટ તા. 13 : ભુજમાંથી પીએસઆઇ વતી રૂ.15000 ની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન ઝડપાયા છે. પાટણ એસીબી એ જાગૃત નાગરીકની ફરીયાદ પરથી છટકુ ગોઠવ્યુ હતુ અને આરોપીઓને પકડી પાડયા હતા. એસીબી તરફથી મળતી વીગત મુજબ પાટણ એસીબીને ફરીયાદ મળી હતી કે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં રાયોટીંગના ગુનામાં પકડાયેલા આરોપીને કોર્ટમાંથી જામીન ઉપર છુટકારો મળ્યા બાદ મામલતદાર કચેરીમાં અટકાયતી પગલાની કાર્યવાહીને લઇ જામીન લેવડાવવા, લોકઅપમાં નહીં રાખવા અને ઝડપી કાર્યવાહી કરવા માટે પોલીસ મથકના પીએસઆઇ એન.એસ. ગોહીલ અને કોન્સ્ટેબલ સાગર મગનભાઇ દેસાઇ (ઉ.વ. ર8) એ રૂ.1પ000 ની લાંચ માગી હતી. ફરીયાદ મળતા જ પાટણ એસીબીના પીઆઇ જે.પી. સોલંકીએ ભુજ બોર્ડર એકમના એસીબી મદદનીશ નીયામક કે. એચ. ગોહીલના સુપર વિઝન હેઠળ છટકુ ગોઠવ્યુ હતુ. જેમાં આરોપી કોન્સ્ટેબલે ફરીયાદીને વોટસએપ મારફત કોલ કરી લાંચ લઇ આવવા કહયુ હતુ. બાદમાં ભુજના હોમગાર્ડ જવાન અનીશ શાંતીલાલ ગાયકવાડે પણ વોટસએપ કોલ કરી ફરીયાદીને લાંચની રકમ ભુજ બી ડીવીઝન પોલીસ મથકમાં આપી જવા કહયુ હતુ. ફરીયાદી લાંચની રકમ આપવા ગયા ત્યારે પોલીસ મથકમાંથી જ કોન્સ્ટેલ અને હોમગાર્ડ જવાનને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહી બાદ પીએસઆઇ સામે કાર્યવાહી કરવા એસીબીએ તજવીજ હાથ ધરી છે.


Loading...
Advertisement