નેક દ્વારા ઇન્દિરા ગાંધી યુનિ.ને A++ ગ્રેડ એનાયત

13 January 2021 07:30 PM
Rajkot
  • નેક દ્વારા ઇન્દિરા ગાંધી યુનિ.ને A++ ગ્રેડ એનાયત

4 પોઇન્ટના સ્કેલ પર 3.56 સ્કોર મેળવી હાંસલ કરેલી સફળતા

રાજકોટ તા.13
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ સેન્ટ્રલ યુનિ.)ને રાષ્ટ્રીય મુલ્યાંકન અને પ્રત્યાપન પરિષદ (નેક) દ્વારા 4 પોઇન્ટના સ્કેલ પર 3.56ના સ્કોર સાથે ઉચ્ચતમ A++ ગ્રેડ આપવામાં આવેલ છે. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ.ની તાજેતરમાં નેક પીયર ટીમના સદસ્યોએ મુલાકાત લઇ ઇગ્નુનું સર્વગ્રાહી મુલ્યાંકન કરી શૈક્ષણિક ગુણવતા માપી હતી. જેમાં નેક દ્વારા ઇગ્નુને A++ ગ્રેડ એનાયત કરવામાં આવેલ છે. આ અંગે ઇગ્નુના રીઝીયોનલ ડાયરેકટર ડો.રૂપલ કુબાવતે જણાવેલ છે કે ઇગ્નુના નેકની ટીમે કરેલા મુલ્યાંકન દરમિયાન નેકની ટીમના સદસ્યોએ ગુણવતાની દ્રષ્ટિએ આધારભૂતના પ્રમાણિત અને સ્થાપિત કરવા માટે યુનિ.ની પ્રતિબઘ્ધતા બદલ સરાહના કરી હતી. ઇગ્નુએ નેકના પરીક્ષણ અર્થે જનારી પ્રથમ ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ યુનિવર્સિટી છે. ઇગ્નુના કુલપતિ પ્રોફેસર નાગેશ્ર્વર રાવના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીએ આ સફળતા પ્રાપ્ત કરી છે.


Related News

Loading...
Advertisement