ગુજરાતમાં ધો.10થી12ના વર્ગો શરુ કરી દેવામાં આવ્યા છે ત્યારે સ્કુલો બારોબાર છુટછાટો લેવા માંડી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોરોના માર્ગદર્શિકાનો ભંગ કરી કેશોદની જીનીયસ ઈન્ટરનેશનલ સ્કુલે ધો.5થી7ના કલાસ ચાલુ કરી દેતા વિવાદ સર્જાયો છે. લોકોમાં ઉહાપોહ થતા વાત શિક્ષણાધિકારી સુધી પહોંચી હતી. સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા જો કે, એવો બચાવ કરવામાં આવ્યો હતો કે માત્ર 8 વિદ્યાર્થીઓને તેડાવવામાં આવ્યા હતા અને તે પણ વાલીઓની પૂર્વસંમતિ મેળવીને જ બોલાવવામાં આવ્યા હતા.