છોટુનગરમાં પારિવારીક ઝઘડામાં ત્રણ સાળાએ બનેવી અને તેના પિતાને ઢોર માર માર્યો

13 January 2021 07:23 PM
Rajkot Crime
  • છોટુનગરમાં પારિવારીક ઝઘડામાં ત્રણ સાળાએ બનેવી અને તેના પિતાને ઢોર માર માર્યો

પાઇપ વડે હૂમલો થતા પિતા રામજી વજેલીયા અને પુત્ર સુરેશને માથાના ભાગે ઇજા થઇ : સિવિલમાં દાખલ

રાજકોટ તા.13
શહેરના છોટુનગર વિસ્તારમાં પારિવારીક ઝઘડામાં ત્રણ સાળાએ બનેવી અને તેના પિતાને ઢોર માર માર્યો હતો. લોખંડના પાઇપ વડે હૂમલો થતા પુત્રને માથાના ભાગે તેમજ પિતાને મુંઢ ઇજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફત તુરંત સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. ગાંધીગ્રામ પોલીસને આ બાબતે અરજી મળતા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મળતી વિગત મુજબ શહેરના હનુમાન મઢી ચોક નજીક છોટુનગર શેરી નં.પમાં રહેતા સુરેશ રામજીભાઇ વાજેલીયા (ઉ.વ.33) અને રામજીભાઇ તળશીભાઇ વાજેલીયા (ઉ.વ.55) તેના ઘર પાસે હતા ત્યારે સુરેશના શાળા ભારત શંકર, સુરેશ શંકર અને ગોપાલ શંકરે પારિવારીક બાબતે ઝઘડો કરી લોખંડના પાઇપ વડે ઢોર માર માર્યો હતો. જેમાં આરોપીઓના બનેવી સુરેશને માથાના ભાગે પાઇપનો ઘા લાગતા અને પ્રૌઢ રામજીભાઇને મુંઢ ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવના પગલે પરિવાર દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકે અરજી આપવામાં આવતા પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન નોંધી આરોપીઓને ઝડપી લેવા અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી જૂનાગઢ-વંથલીના ખૂન, મારામારી, દારૂ સહિતના ગુનામાં અગાઉ પણ સંડોવાયેલો હતો.


Related News

Loading...
Advertisement