બુટલેગરો સામે કડક કાર્યવાહી યથાવત : વધુ એક પાસામાં ધકેલાયો

13 January 2021 07:22 PM
Crime Rajkot
  • બુટલેગરો સામે કડક કાર્યવાહી યથાવત : વધુ એક પાસામાં ધકેલાયો

કોઠારીયા રોડના અશોક ઉર્ફે હકો મકવાણાને અમદાવાદ જેલમાં મોકલવા ભકિતનગર પોલીસની તજવીજ

રાજકોટ, તા. 13
શહેરમાં દારૂની બદી ફેલાવતા અને અનેકવાર પોલીસના હાથે ઝડપાઇ ગયેલા બુટલેગરોને સીધા દોર કરવા રાજકોટ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઇ રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અનેક ગુનેગારોને પાસામાં ધકેલી દેવાયા છે ત્યારે વધુ એક નામચીન બુટલેગરને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા દારૂના અનેક ગુનામાં સંડોવાયેલા અશોક ઉર્ફે હકો શામજીભાઇ મકવાણા (ઉ.વ. 3પ, રહે. મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં.1/3ના ખુણે, કોઠારીયા મેઇન રોડ)ની પાસા દરખાસ્ત મંજૂર કરતા ભકિતનગર પોલીસના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી.પટેલ અને સ્ટાફ દ્વારા આરોપીને અમદાવાદ જેલમાં મોકલવા તજવીજ કરાઇ છે.


Related News

Loading...
Advertisement