ભાડાનાં રૂા.30 હજાર માંગતા ટ્રાન્સપોર્ટર ઈમરાને યુવાનને બચકું ભરી છરી ઝીંકી

13 January 2021 07:19 PM
Rajkot Crime
  • ભાડાનાં રૂા.30 હજાર માંગતા ટ્રાન્સપોર્ટર ઈમરાને યુવાનને બચકું ભરી છરી ઝીંકી

મેહુલનગર મેઈનરોડની ઘટના ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની શોધખોળ

રાજકોટ તા.13
શહેરના મેહુલનગર મેઈનરોડ પર મુસ્લીમ યુવાને બાર માસનાં ભાડાનાં પૈસા રૂા.30 હજાર માંગતા ટ્રાન્સપોર્ટર ઉશ્કેરાઈને યુવાન સાથે માથાકુટ કરી હાથ પર બચકુ ભરી છરીનો ઘા ઝીંકયો હતો. આ અંગે ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, માજોઠીનગર મેઈનરોડ પર એચ.જે.સ્ટીલની પાછળ રહેતા સલીમઅલી મહમદભાઈ પુથર (ઉ.વ.40) નામના યુવાનની ફરિયાદ પરથી શ્રીરામ ટ્રાન્સપોર્ટનાં સંચાલક ઈમરાન કૈયડા વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. સલીમ અલીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. ગઈકાલે 12 વાગ્યાની આસપાસ હું અને મારો મિત્ર અજીજ અમીરભાઈ કાળાણી (રહે. મેહુલનગર શેરી નં.6) મેહુલનગર મેઈનરોડ પર જતા હતા ત્યારે ખેતલા આપા ટી સ્ટોલ પાસે પહોંચતા ઈમરાન કૈયડા જે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ધરાવે છે અને આશરે બારેક માસથી મારે તેમની પાસેથી રૂા.30 હજાર ભાડા પેટે લેવાના હતા જેથી તે પોતાનું બાઈક લઈ આવતો હોય સામે મળતી પૈસાની ઉઘરાણી કરતાં અચાનકથી મારા સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝપાઝપી કરતા મારી ગળાના ભાગે તથા ડાબા હાથમાં કોણી પાસે બચકુ ભરી લીધુ હતું અને છરીને ઘા મારતા મિત્રએ મને ખાનગી હોસ્પીલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકનાં પીએસઆઈ ડી.એ.ઘાંઘલ્યાએ તપાસ આદરી હતી.


Related News

Loading...
Advertisement