હવે યુટયુબે પણ ડોનાલ્ડ ટ્રમ્પના વિડીયો, એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા

13 January 2021 07:13 PM
World
  • હવે યુટયુબે પણ ડોનાલ્ડ ટ્રમ્પના વિડીયો, એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા

વોશિંગ્ટન, તા. 13
અમેરિકાની સંસદ પર સમર્થકોના હુમલાની ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર સોશ્યલ મીડિયા સતત બાન કરી રહ્યા હતા માઇક્રો ગ્લોબીંગ સાઇટ ટવીટર સાથે તો ટ્રમ્પની જુની દુશ્મની છે પણ હવે તો ફેસબુક અને યુટયુબ પણ ટ્રમ્પના કન્ટેન્ટ સામે એકશન લઇ રહ્યા છે. યુટયુબે પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અપલોડ કરાયેલા વિડીયો કન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મથી હટાવી દીધા છે સાથે સાથે ટ્રમ્પની ચેનલને સેવા શરતોના ઉલ્લંઘનના આરોપમાં સસ્પેન્ડ કરી દીધી છે. યુટયુબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે એક વિડીયો અપલોડ કર્યો હતો જે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતો હતો. ત્યારબાદ તેમની ચેનલ પર ઓટોમેરીડ સ્ટ્રાઇક આવી છે યુટયુબ પર ટ્રમ્પની ચેનલનું નામ ડોનાલ્ડ જે. ટ્રમ્પ છે. જેના સબ સ્ક્રાઇબરની સંખ્યા 2.71 મિલિયન છે.


Related News

Loading...
Advertisement