જૈન અગ્રણી, જીવદયા પ્રેમી રમેશભાઇ દોમડીયાનો આવતીકાલે જન્મદિન

13 January 2021 07:13 PM
Rajkot
  • જૈન અગ્રણી, જીવદયા પ્રેમી રમેશભાઇ દોમડીયાનો આવતીકાલે જન્મદિન

બી.જે.પી. વોર્ડ નં.7નાં પ્રમુખ તથા જૈન અગ્રણી રમેશભાઇ દોમડીયાનો ગુરૂવાર તા. 14ના મકરસંક્રાંતિનાં રોજ જન્મદિવસ છે. રાજકોટ નાગરીક સહકારી બેંકમાં મેનેજર પદે 36 વર્ષ સુધી પોતાની સેવાઓ આપેલ અને મેનેજર પદેથી રીટાયર્ડ થયા. સ્થાનકવાસી જૈન મોટા સંઘ રાજકોટમાં ટ્રસ્ટી, સ્વામી વિવેકાનંદ કમીટીમાં ગુજરાતનાં મંત્રી, કોઠારીયા નાકા મિત્ર મંડળમાં ઉપપ્રમુખ, બાલાજી મંદિર રાજકોટમાં ટ્રસ્ટી, સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળમાં કારોબારી સદસ્ય, જે.કે.એમ. કર્મચારી મંડળ યુનિયનનાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાઇને રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, એનીમલ હેલ્પલાઇન, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, જીવદયા ગ્રુપ-રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ-દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-રર વહાલુડી અનાથ દીકરીઓમાં પણ પોતાની સેવાઓ આપેલ છે. રમેશભાઇ દોમડીયાનો મોબાઇલ નંબર 99242 70629 છે.


Related News

Loading...
Advertisement