રાજકોટ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં આઠ શિક્ષણ સહાયકોને નિમણૂંકના ઓર્ડર : 40 જગ્યા હજૂ ખાલી

13 January 2021 07:11 PM
Rajkot
  • રાજકોટ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં આઠ શિક્ષણ સહાયકોને નિમણૂંકના ઓર્ડર : 40 જગ્યા હજૂ ખાલી

ફાજલ પડેલા કલાર્ક-પટ્ટાવાળા કર્મચારીઓ માટે તા. 16ના યોજાશે કેમ્પ

રાજકોટ તા. 13 : રાજકોટ જીલ્લાની ગ્રાન્ટેડ (અનુદાનીત) માધ્યમીક-ઉચ્ચતર માધ્યમીક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી 48 પૈકીની 8 જગ્યાઓ પર શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને નીમણુંકના ઓર્ડર આજરોજ શિક્ષણાધિકારી કૈલાએ આપેલ છે. કરણસિંહજી હાઇસ્કુલ ખાતે આ અંગે યોાયેલા કેમ્પમાં પ્રાથમીક શિક્ષણાધિકારી સરડવા તેમજ જીલ્લા શિક્ષણ અને તાલીમભવનના વડા પી.ઓ. કાચા ઉપસ્થિત રહયા હતા. કેમ્પમાં આઠ ઉમ્ેદવારોના ડોકયુમેન્ટ-માર્કસશીટની ચકાસણી કર્યા બાદ નીમણુંકના ઓર્ડર આપવામાં આવેલ છે. આ અંગે શિક્ષણાધિકારી કૈલાએ જણાવ્યુ હતુ કે આ નવી નીમણુંકમાં ઉચ્ચતર માધ્યમિક વીભાગમાં 3-3 કોમર્સ અને ઇંગ્લીશના તેમજ માધ્યમિક વિભાગમાં ગણિત-વિજ્ઞાનના 1-1 શિક્ષકને નિમણુંક આપવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારની ભાયાવદરની મ્યુ. ગર્લ્સ સ્કુલ અને વીછીંયાની અજમેરા સ્કુલમાં 1-1 શિક્ષકને નીમણુંકના ઓર્ડર અપાયેલ છે. જે બાદ અનુદાનીત શાળાઓમાં 40 જગ્યાઓ હજુ ખાલી છે. જેના પર આગામી બે-ત્રણ માસમાં શિક્ષણ સહાયકોની નિમણુંક થઇ જશે. આ ઉપરાંત આગામી તા. 16ના વહીવટી અને પટ્ટાવાળા કર્મચારીઓનો વધ-ઘટ કેમ્પ પણ કરણસિંહજી હાસ્કુલ ખાતે આયોજીત કરાયેલ છે.


Related News

Loading...
Advertisement