રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભૌતિકશાસ્ત્ર ભવનમાં સંશોધક કુ. હેતલબેન ભોજાભાઈ બોરીચા એ ‘સિન્થેસીસ એન્ડ કેરકટ્રાઈઝેશન ઓફ ડોપડ મિકસ ઓકસાઈડ મેન્ગેનાઈટસ’ વિષયમાં મહાનિબંધ રજુ કરી ભૌતિકશાસ્ત્ર વિષયમાં ફિઝીકસ ભવનનાં પ્રાધ્યાપક ડો. નિકેશભાઈ શાહનાં માર્ગદર્શન હેઠળ ડોકટરેટની પદ્વી પ્રાપ્ત કરેલ છે. ડો. હેતલબેનને તેમનાં સંશોધન કાર્યમાં ‘નેનો કોટીંગ’ની ઈનોવેટીવ શોધને રાજય સરકાર અનુદાનીત ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઈનોવેટીવ પોલીસી’ મારફત ઉદ્યોગોને ઉપયોગી સંશોધન પ્રકલ્પ માટે અનુદાન પણ મળેલ છે. જેના મારફત હેતલબેન અને ટીમ દ્વારા પેટન્ટ નોંધવામાં આવેલ છે. ડો. હેતલબેન બોરીચાનાં સંશોધન કાર્યને ભવનનાં અધ્યક્ષ પ્રો. મિહીરભાઈ જોષી, યુવા સંશોધક ડો. પિયુષભાઈ સોલંકી, ડો. ધીરેનભાઈ પંડયા, પ્રો. હિરેનભાઈ જોષી, ડો. સુદીપ મુખર્જી (વૈજ્ઞાનિક ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર, મુંબઈ) તથા વિજ્ઞાન વિદ્યાશાખાનાં ડીન ડો. મેહુલભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવેલ છે.