કાલે કૃપા ફાઉન્ડેશન દ્વારા ઘાયલ પક્ષીઓને રેસ્કયુ કરાશે

13 January 2021 07:07 PM
Rajkot
  • કાલે કૃપા ફાઉન્ડેશન દ્વારા ઘાયલ પક્ષીઓને રેસ્કયુ કરાશે

રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ મુકામે મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિતે તા.14-1-2021ના રોજ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન સામે કૃપા ફાઉન્ડેશન દ્વારા પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓ માટે બર્ડ રેસ્કયુ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શાપર તેમજ વેરાવળના તથા અન્ય આજુબાજુના વિસ્તારોમાં કયાંય પણ ઘાયલ પક્ષી હોય તો તેમનું રેસ્કયુ કરી ત્યાં સ્થળ ઉપર જ ઈલાજ કરવામાં આવશે તે માટે હેલ્પલાઈન નંબર જયેન્દ્રભાઈ ચંદવાણીયા- મો.નં. 63522 77375, શૈલેષભાઈ પટેલ- મો.નં. 77790 60308 પર સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement